ગુજરાત

ગુજરાતભરમાં આગામી દિવસોમાં કરવેરા વધશે,પંચાયત-પાલિકાને સરકારનો આદેશ

ગુજરાત ભરમાં હવે કરવેરા વધી શકે છે. સરકારે સ્પષ્ટ આદેશ કર્યો છે કે સરકાર પાસે વેરા માફ કરવાની અપેક્ષા રાખશો નહીં. જેટલો ખર્ચ કરો છો એટલી આવક વધારો. રાજ્યના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પંચાયતો હવે વેરો વધારવાની તજવીજ હાથ ધરતાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મધ્યમવર્ગનું જીવવું દુષ્કર બની જશે. કંગાળ સંસ્થાઓ પગભર થવા માટે વેરામાં વિક્રમી વધારો કરશે. ગુજરાતમાં જંત્રીના કડવા ડોઝ પછી હવે પંચાયત અને પાલિકા વેરાઓ વધારો કરશે. સરકાર ૧૫૬ સીટો પર વિજેતા બન્યા બાદ હવે ગુજરાતીઓ પર આકરા કરવેરા ઝિંકવાના મૂડમાં છે. જેને પગલે ગ્રામીણમાં હવે નવા વેરા વધારા આવે તો નવાઈ નહીં.

સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પોતાના ખર્ચાઓ જાતે ઉઠાવો અને વેરાની વસૂલાતની કામગીરી કરો. ગુજરાતમાં જંત્રીના દરોમાં બમણાં વધારા પછી રાજ્યની કથળતી હાલત સુધારવા મુખ્યમંત્રી કક્ષાએથી વેરો વધારવાના પંચાયતો અને પાલિકાઓ વેરા વધારા માટે સજ્જ બની રહી છે. આપેલા નિર્દેશ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મધ્યમવર્ગનું જીવન દુષ્કર બન્યું છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેમની આવકના સાધન જાતે ઉભા કરવાના આદેશ પછી સ્થાનિક કક્ષાએ વિવિધ વેરામાં વધારો થવાની દહેશત છે.
થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની સંવાદ બેઠકમાં મુખ્યમંત્રીએ આ સંસ્થાઓને વેરો વધારવાની તાકીદ કરી હતી. પાલિકાઓની કથળતી જતી આર્થિક Âસ્થતિને ધ્યાને લઇ તેમને મજબૂત કરવા વેરા વધારાનો વિકલ્પ આપ્યો હતો. હવે જા મુખ્યમંત્રીના આ સૂચનનો અમલ થયો તો દરેક ગુજરાતી માથે કરવેરાનો બોઝ વધી જશે. મોંઘવારી વધી રહી છે એમ રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં ખર્ચ વધી રહ્યો છે અને આવક ઘટી છે, ત્યારે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડે છે. આ સંજાગો નિવારવા માટે સરકારે સંસ્થાઓને પોતાના વેરા વધારવાની ભલામણ નહીં પણ સૂચના આપી છે. તેથી આવી સંસ્થાઓ જ્યારે વેરા વધારશે, ત્યારે સ્થાનિક નાગરિકો પર વધારાનો આર્થિક બોજ ઉભો થઇ શકે છે. જેને પગલે કોમનમેનના ખિસ્સાં ખાલી થઈ શકે છે.
ગુજરાતમાં એવી ઘણી પાલિકાઓ છે કે જ્યાં વેરામાં ૧૦ વર્ષથી વધારો કર્યાં નથી. આ પાલિકાઓને વેરા વધારવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના નાના શહેરો કે જ્યાં પાલિકાઓનું અÂસ્તત્વ છે તેઓ તેમના વેરામાં વધારો કરશે નાના મધ્યમવર્ગનો મરો થશે. ગાંધીનગરથી સીધી સૂચના છે કે, પાલિકા કે પંચાયતનો વેરો સરકાર માફ નહીં કરે તમે તમારા ખર્ચા જાતે કાઢો. જેને પગલે પાલિકા અને પંચાયતોને આવક વધારવા માટે સ્થાનિકો પર બોજ નાખ્યા સિવાય છૂટકો નથી. જેને પગલે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં અલગ અલગ પાલિકાઓ તબક્કાવાર ગુજરાતીઓ પર બોજ વધારે તો નવાઈ નહીં. આ વખતે ગુજરાતે ભાજપને બમ્પર જીત અપાવી છે જેનો ડામ હવે ગુજરાતીઓએ ભોગવવો પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x