ગુજરાત

વિધાનસભામાં કોંગ્રેસને નહિ મળે વિપક્ષનું પદ, બજેટ સત્ર પહેલા અધ્યક્ષ દ્વારા નિર્ણય લીધો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીને વિપક્ષનું પદ નહિ મળે. આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવ્યો છે. તેમના નિર્ણય મુજબ ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. નિયમ પ્રમાણે ૧૦ ટકા સંખ્યાબળ ફરજિયાત છે. તો સામા પક્ષે વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરાઈ હોવાનું સામે આવ્યું છે.

થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારને નિયુક્ત કરાયા હતા. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ જારશોરથી ઉજવણી પણ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિર્ણયને લઇને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારે સત્તાના જારે નિર્ણયો લીધો છે. કોંગ્રેસ વિપક્ષના પદ મુદ્દે લીગલ ઓપિનિયન લેશું. સાથે જ તેમણે નિયમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, બીજા પક્ષને વિપક્ષનું પદ મળે તેવો નિયમ છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ નહિ મળવા અંગે સી જે ચાવડાએ કહ્યું હતું કે, સરકારે ભલે વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું અમે અમારી ભૂમિકા નિભાવીશું. ૧૫૬ બેઠક જીતીને સરકાર અભિમાનમાં આવી ગયું છે. સરકારે વિધાનસભાના નિયમો સ્વીકારી પદ આપવું જાઈએ. અમે સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવશું.
દરમિયાન ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો હતો અને રાજ્યપાલ એક તરફ ગૃહમાં સરકારના વિકાસ કામોની વાત કરી રહ્યાં હતાં. ત્યાં બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાના પગથિયાં પર ઉભા રહીને સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કર્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહમાં પહોંચ્યા ત્યારે જય શ્રી રામના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગૃહની કામગીરી શરૂ થતા રાજ્યપાલે પોતાના સંબોધનમાં કહ્યુંકે, ગુજરાત એટલે ગરબા, ગુજરાત એટલે સાહસ, ગુજરાત એટલે વ્યાપાર, ગરવી ગુજરાત. પાછલા ૨૦ વર્ષોમાં ગુજરાતે સર્વાિધક વિકાસ કર્યો છે. ભારત સરકારે કેન્દ્રિય બજેટ માં રેલવે માટે ૮ હજાર કરોડથી વધુ ની જાગવાઈ કરી છે. જેનાથી ગુજરાતને લાભ થશે. ખાસ કરીને અમદાવાદ સહિત ૮૭ રેલવે સ્ટેશન વિકસિત થશે.
વિધાનસભામાં રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, પીએમ મોદીએ અમદાવાદને મેટ્રો ટ્રેન ની ભેટ આપી છે. ગાંધીનગર ને જાડતી વંદે ભારત ટ્રેનની પણ ભેટ આપી. રાજ્ય સરકારે લોકો ની સુવિધા ઓ ને ધ્યાનમાં રાખીને વિકાસ કર્યો એનાથી ગુજરાત દેશનું ગ્રોથ એÂન્જન બન્યું છે. સૌનો સાથ સૌના વિકાસ થી ગુજરાત દેશનું મોડલ રાજ્ય બન્યું છે. તમામ પેરા મીટર પર અન્ય રાજ્યો માટે ગુજરાત પથ દર્શક છે. ગુજરાત છેલ્લા ૯ વર્ષથી ડબલ અેંજિન સરકારનું સાક્ષી બન્યું છે. ફક્ત ત્રણ મહિનામાં ગુજરાતે રાષ્ટÙીય રમતોત્સવ નું આયોજન કર્યું. જે દર્શાવે છે કે ગુજરાતની ભૂમિ માં કૈંક ખાસ છે.
રાજ્યપાલે જણાવ્યું કે, આ રમતોત્સવના સફળ આયોજન થી ગુજરાત ઓલÂમ્પક રમતોત્સવ માટે પણ તૈયાર થઈ રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને ય્૨૦ની અધ્યક્ષતા પણ આ વખતે મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની માં ગુજરાતમાં ય્૨૦ ની ૧૬ બેઠકો નું આયોજન થઈ રહ્યું છે. માર્ચમાં સુરત, જુનમાં કેવડીયા સહિત અન્ય ૧૩ બેઠકો યોજાશે. ગુજરાત માં ૧૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી નું પ્રશિક્ષણ આપ્યું. પ્રાકૃતિક ખેતી માં ખેડૂતોને રાજ્ય સરકાર ૧૦ હજારની સહાય કરે છે. અત્યાર સુધી ૧ લાખથી વધુ ખેડૂતોને આ સહાય આપી છે.જા કે વિધાનસભા સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિધાનસભાના પગથિયા પર ઉભા રહીને કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારનો સૂત્રોચ્ચાર અને બેનરો બતાવીને વિરોધ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x