ગુજરાત

ગુજરાત બજેટ સત્રઃ પેપરલીક મામલે આજે હર્ષ સંધવીએ ગૃહમાં રજૂ કર્યું બિલ

૧૫મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર શરૂ થયુ છે. સૌપ્રથમ શરુઆતમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતે વિધાનસભા અધ્યક્ષ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવી હતી કે, આ બિલ દ્વારા કાયદાનો સુધારો કેવી રીતે થાય એ મુદ્દે ચર્ચા કરવી હિતાવહ છે.

હર્ષ સંધવીએ બિલની રજૂ કરતા કહ્યું હતું કે, પેપરલીક કરનારા માટે કોઈ કાયદો નથી તે કારણે પેપરલીક થઇ રહ્યા છે. આવા દુષણખોરો ને રોકવા માટે સરકાર કડક કાયદો લાવી રહી છે. આ કડક કાયદાનું પાલન કરવાની જવાબદારી અમારી છે. આ કાયદો એવી રીતે તૈયાર કરવો છે જેથી જા ૧૮૨ સભ્યોએ આવતીકાલે પ્રજા વચ્ચે જાય તો ગર્વ થી કહી શકે કે તેમણે આ કડક બિલ બનાવ્યું જેથી હવે પેપર ફૂટતા અટકી ગયા છે.
હર્ષ સંધવીની ગૃહમાં બધાને અપીલ હતી કે, તમામ સભ્યોને આ બિલ આપવામાં આવ્યું છે જેને વાંચ્યા પછી જા બિલમાં ક્યાં ક્ષતિ કે ભુલ જણાય છે તો તરત જ ધ્યાન દોરો આપણે સાથે મળીને કડક કાયદો બનાવીશું. વધારેમાં તેમણે કહ્યું હતું કે, પેપર ફૂટવાથી માત્ર યુવાનોના સપના જ નથી તૂટતા પરંતુ એમના પરિવારનું પણ સપનું તૂટે છે. તેમજ હર્ષ સંઘવીએ પેપર ફોડનારાઓને ટકોર કરી હતી કે, પેપર નથી ફૂટતા પરતું માણસ ફૂટી રહ્યા છે.
સરકાર પેપરલીક મામલે કડક કાર્યવાહી કરવા માંગે છે. પેપર લીક જેવા કૌભાંડને લઈને સરકાર સામે સવાલો થઈ રહ્યાં છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જાગવાઈ કરાઇ છે. જેમાં આરોપીઓ સામે ૧૦ વર્ષની કેદની જાગવાઈઓ સાથે ૧ કરોડ રૂપિયા સુધીના દંડની કડક જાગવાઈઓ સાથે નવો કાયદો વિધાનસભામાં પસાર થઈ શકે છે. સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં લાવવાની તૈયારીઓ કરી છે.
વિધાનસભા ગૃહમાં વિધેયક લાવવામાં આવશે. આ વિધેયકમાં એવી જાગવાઈ હશે જેમાં પેપર ફોડનારા આરોપીની મિલકત જપ્ત કરી નુકસાનની ભરપાઈ કરાશે. દોષિત પરીક્ષાર્થી ૨ વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. તે ઉપરાંત પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો દાખલ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x