ગુજરાત

કાયદા વિભાગ માટે કુલ ₹૨૦૧૪ કરોડની જોગવાઇ

છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યકિતને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે એક બંધારણીય અધિકાર છે. માળખાકિય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થા સુદ્રઢ કરવા આગામી વર્ષોમાં ૭૫ ડીસ્ટ્રીકટ જજની કોર્ટ તેમજ ૨૫ સીનીયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જોગવાઇ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્ક સંગત બનાવવામાં આવશે.

• જુદાજુદા સ્તરે કોર્ટ બિલ્ડીંગના બાંધકામો તેમજ જાળવણી માટે `૨૧૧ કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે `૧૭૯ કરોડની જોગવાઇ.
• ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે
`૨૮ કરોડની જોગવાઇ.
• વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત `૫ કરોડની જોગવાઇ.

*******

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x