ગુજરાત

મુંબઈમા પાંચ વર્ષમાં વાયુ પ્રદૂષણથી ૧૩ હજારથી વધુ લોકોનાં મોત થયા

વર્તમાનમાં વિશ્વના ૧૦ માંથી ૯ સૌથી વધુ પ્રદુષિત મહાનગરો ધરાવતા દક્ષિણ એશિયામાં દર વર્ષે વાયુ પ્રદુષણને કારણે ૨૦ લાખ લોકોના મોત થાય છે.ત્યારે આ બાબતે મુંબઇ મહાનગરપાલિકાના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મુંબઇમાં વાયુ પ્રદુષણથી થતા ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ,અસ્થમાં અને ન્યુમોનિયાથી ૧૩,૪૪૪ મોત થયા છે.જે પ્રદુષિત હવામાનાં સલ્ફર ડાયોક્સાઇડને કારણે હૃદયરોગ,શ્વસનતંત્રની બિમારીઓ,સ્ટ્રોક (લકવો),કેન્સર,આંખમાં સોજા તેમજ માથાના દુખાવા જેવી વ્યાધિઓ વધવાની શક્યતાઓ જાવા મળી રહી છે,જ્યારે કાર્બન મોનોક્સાઇડને લીધે ન્યુમોનિયા,બેક્ટીરિયા ઇન્ફેક્શન,હૃદયરોગ અને બ્રેન ડેમેજ જેવી બિમારીઓ થાય છે.

આમ પ્રદુષણને કારણે ઓઝોનનુ સ્તર વધી રહ્યું છે અને વધતો ઓઝોન માનવશરીર માટે ઘાતક છે.જેમા બીજીતરફ સવારના ઠંડક અને બપોરના સખત ગરમી જેવી અલગ મોસમનો લોકો અનુભવ કરી રહ્યા છીએ.જેમા બાળકો,ગર્ભવતી †ીઓ અને વડીલોને વાયુ પ્રદૂષણની માઠી અસર થાય છે.આવા સમયે હાર્ટ,કેન્સર અને કોવિડના દર્દીઓ પર વધુ જાખમ રહે છે.ત્યારે પ્રતિકૂળ હવામાનને લીધે સ્વસ્થ વ્યÂક્તઓને પણ આંખમાં બળતરા અને ચામડીમા ખંજવાળ જેવી તકલીફો થાય છે.વાયુ પ્રદુષણ વધે ત્યારે બાળકો અને સિનીયર સિટીઝનોએ વધુ સંભાળ રાખવી જાઇએ.બિમાર વ્યÂક્તઓએ ટાઇમસર જમવા અને દવા લેવા ઉપરાંત પ્રોટિનથી ભરપુર ખોરાક લેવો જાઇએ.આમ સેન્ટર ફોર સાયંસ એન્ડ એન્વાયર્નમેન્ટએ ૨૦૨૦માં મુંબઇની આસપાસના ૪ મોટા ઔદ્યોગિક વિસ્તારો થાણેની ખાડી,તળોજા,અંબરનાથ અને ડોÂમ્બવલીના એસેસમેન્ટ કર્યા બાદ અભ્યાસમા રિપોર્ટ આપ્યો હતો કે મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં કાર્બનનો મોટાપાયે ઉપયોગ હવાની કથળતી જતી ગુણવત્તાનું મુખ્ય કારણ બન્યુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x