રાજસ્થાનથી ગાંધીનગર લગ્નપ્રસંગમાં નીકળેલી મહિલાઓને સફારીમાં મુસાફર તરીકે બેસાડી લૂંટી લેનાર આંતરરાજ્ય ગેંગનો આરોપી જબ્બે
રાજસ્થાનની બે મહિલાઓ થોડા દિવસ અગાઉ લગ્નપ્રસંગમાં ગાંધીનગર હાજરી આપવા નીકળ્યા હતા ઉદેપુર થી ટાટા સફારીમાં મુસાફર તરીકે બેસાડી અમદાવાદ તરફ હંકારી મૂકી હતી ટાટા સફારી શામળાજી પાર્સલ લેવા જવાનું હોવાનું જણાવી તેમને સર્વિસ રોડ પર ઉતારી દઈ તેમની પાસે રહેલા થેલમાંથી 2.25 લાખના સોનાના દાગીના લૂંટી લઇ ફરાર થઇ જતા બંને મહિલાઓ બેબાકળી બની હતી શામળાજી પોલીસે ગુન્હો નોંધી ઝીણવટભરી તપાસ હાથધરી ગાડીમાં મુસાફરો બેસાડી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના કડીમાં રહેતા શખ્સને ઝડપી પાડી ગેંગના ઉત્તર પ્રદેશના ત્રણ આરોપી ઝડપી પાડવા કવાયત હાથધરી હતી
શામળાજી નજીક ટાટા સફારી કારમાં મુસાફરી કરનાર બે રાજસ્થાની મહિલાઓને ઉતારી દઈ તેમના થેલમાંથી લાખ્ખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ટાટા સફારીનો ચાલક અને મુસાફરના સ્વાંગમાં રહેલા ત્રણ આરોપી ફરાર થઇ જતા આ અંગે ગુન્હો નોંધાતા શામળાજી પોલીસે બંને મહિલાઓને સાથે રાખી હાઇવે પર રહેલા અનેક સીસીટીવી કેમેરા અને ખેરવાડા ટોલપ્લાઝાના કેમેરા રેકોર્ડિંગનું બારીકાઇથી નિરીક્ષણ કરી મહારાષ્ટ્ર પાસિંગની એક ટાટા સફારી જોવા મળતા મહારાષ્ટ્રમાં આ મોડ્સ ઓપરેન્ડીસથી લૂંટ ચલાવતી ગેંગ અંગે તપાસ કરતા મુસાફરોને લૂંટતી ઉત્તરપ્રદેશની આંતરરાજ્ય ગેંગ અંગે બાતમીદરો સક્રિય કરતા મહેસાણાના કડીમાં રહેતા મોહમદદ આસિફ આરીફ અંસારીને ટાટા સફારી સાથે દબોચી લઇ મહિલાઓને લૂંટી લેનાર ઉત્તર પ્રદેશના આરોપી 1)તાજું અંસારી,2)સોહીલ અંસારી અને 3)સાદાબ વાહજુદ્દીન અંસારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી શામળાજી પોલીસે ગણતરીના દિવસોમાં ગુન્હાનો ભેદ ઉકેલી મુસાફરોને ટાટા સફારી સહીત અન્ય વાહનોમાં બેસાડી તેમનો કિંમતી માલસામાન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો