ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુંમતે પાસ, કોંગ્રેસ અને આપે પણ બિલને આપ્યો ટેકો
હવેથી જા તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણવી પડશે. ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતી સાથે પાસ થયુ છે. કોંગ્રેસ અને છછઁ એ પણ ફરજીયાત ગુજરાતી શિક્ષણ બિલને ટેકો આપ્યો છે. ધોરણ ૧ થી ૮ ની શાળાઓએ ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાનો રહેશે. હવેથી કોઇપણ બોર્ડ હોય તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવું ફરજીયાત રહેશે. તો જે શાળામાં ગુજરાતી નહીં ભણાવવામાં આવે તેમની સામે કાર્યવાહી કરવા સુધીની જાગવાઇ આ બિલમાં કરવામાં આવી છે.
ગુજરાતની તમામ સ્કૂલોએ ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. આજે ૨૮ ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું છે. અત્યારે વિધાનસભામાં તેના પર ચર્ચા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જાગવાઈ કરાઈ છે. રાજ્યમાં ધોરણ ૧થી ૮માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે.
આ બિલ બાબતે ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના કુલ ૧૮ ધારાસભ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.ગુજરાતી ભાષા બિલ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિડોર જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીના સમયમાં માતૃભાષા અભિયાન શરૃ કરવામાં આવ્યું. વાંચે ગુજરાત અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યુ. અંગ્રેજી ભાષાના સ્કોપના વર્ગો શરૂ કરવામાં આવ્યા. હાઇકોર્ટના ચુકાદામાં સરકાર કાયદો લાવે તેવો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. ગુજરાત બહારના વિદ્યાર્થીઓને મુÂક્ત આપવાની જાગવાઇ કરવામાં આવી છે. ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી ફરજિયાત છે. સમગ્ર દેશમાં Âથ્ર ભાષા ફોર્મ્યૂલા અમલમાં છે. ગૃહના તમામ સાથીમિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી તેવી વિનંતિ છે. વિદ્યાર્થીઓ લોકબોલી અને ગુજરાતી ભાષા સાથે તાલમેળ થાય તે માટે સાહિત્યનું નિર્માણ આપણે કરેલું છે. રાજ્યમાં ૩૧ હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ છે.
કોગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યુ હતુ કે, હુ ધોરણ ૧૨ સુધી ગુજરાતી ભ્ણ્યો છું. ત્યાર બાદ ઇÂગ્લશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી. વિશ્વના ૨૫ અગ્રેસર લોકોમાં ગુજરાતી છે. અધિકારીઓ ગુજરાતી ભાષાનું પુરુતુ જ્ઞાન રાખવું જરૃરી છે.
ગુજરાતી ભાષા ફરજિયાત બાબતે કોગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જણાવ્યુ હતુ કે, સરકાર ગૃહમાં જે બિલ લાવી છે તેનું હુ સમર્થન કરુ છુ. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમની મુલાકાત લેવી જાઇએ. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમની મુલાકાત લીધી એટલે મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારનો સહકાર આપીશ. આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ કે, ગુજરાત પણ શિક્ષણ બાબતે દેશમાં ટોપ પાંચ રાજ્યમાં સમાવેશ થાય. ગુજરાતી ભાષાનું જતન કરવું આપણી જવાબદારી છે.
ધારાસભ્ય ધવલ ઝાલાએ જણાવ્યું હતું કે જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો શોધવા પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે, માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શુ દશા હોત. હાલની પેઢી મોટે ભાગે અગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. આપણી રોજિદી ભાષામાં પણ અગ્રેજીનો વધુ પડતો ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપરાંત મારી મુખ્યમંત્રીની વિનંતિ છે કે, ગ્રામિણ વિસ્તારમાં જે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ છે તેમાં મોટે ભાગે ગુજરાતી માધ્યમની શાળાઓ છે. સરકારે રાજ્યમાં વધુમાં વધુ ગુજરાતી માધ્યમની શાળાઓ શરૃ કરવી જાઇએ જેથી આપણી ગુજરાતી ભાષા જીવંત રહે.
ગુજરાતી ભાષા બિલ બાબતે ધારાસભ્ય Âત્રકમભાઇ છાંગા જણાવ્યુ હતુ કે, ગુજરાતી ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે, સૌના ભલામાં આપણુ ભલુ છે. વિશ્વમાં ૫ હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બિલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યુ છે. ગુજરાત બહાર ૧૮ લાખ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વિદેશમાં મોટા પ્રમાણમાં ગુજરાતી ભાષા બોલાય છે. કચ્છમાં પણ ૧૯૭૧-૭૨માં હિજરત કરીને આવેલા લોકો પોતાની ભાષા બોલે છે. સિંધ અને થરપારકરની ભાષામાં લોકો બોલે છે. એ લોકો પણ પોતાની ભાષાનું જતન કરી રહ્યા છે.
જયારે કિરીટ પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં ૭ હજાર જેટલી ભાષાઓ છે.જેમાં ગુજરાતી ૨૬માં ક્રમે આવે છે. આપણુ બંધારણ બન્યુ ત્યારે કુલ ૧૪ જેટલી ભાષા હતી જેમાં ગુજરાતી ૫ નંબરની ભાષા હતી. ગાંધીજીએ હરિજનબંધુમાં લખ્યુ છે કે,
આભાર – નિહારીકા રવિયા ભાતૃભાષાની અનાદર એટલે માતાનું અનાદર. જાપાન અને જર્મની જેવા દેશમાં પોતાની માતૃભાષા ફરજિયાત કરવામાં આવી છે. જર્મન અને જાપાન માતૃભાષાનો વપરાશ હોવાથી આ દેશ ટેકનોલોજીમાં પણ આગળ છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા બિલ લાવવાની જરૃર કેમ પડી એ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારે આડેધડ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર ગુજરાતી ભાષા માટે બિલ લાવી છે પણ સરકારે ગુજરાતી ભાષાના સ્કોલર સ્ટાફ નથી. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૬૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ થઇ છે.ગુજરાતી ભાષા બિલ બાબતે કોગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડા જણાવ્યુ હતુ કે, એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાનારના દિકરા ઇÂગ્લશ મિડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઇનિઝ ફર્નિચર હોય છે. સરકાર બિલ લાવી છે તેનું સમર્થન છે.