ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લામાં 6966 હેક્ટર ઉનાળુ પાકનું વાવેતર

હાલમાં જિલ્લામાં કેટલાક ખેડૂતો શિયાળુ પાકની કાપણી કરી રહ્યા છે. વધુમાં, ઘણા ખેડૂતો હજુ પણ ઘઉં, બટાકા, વરિયાળી અને રાઈના શિયાળુ પાકની લણણી કરી રહ્યા છે. હાલમાં બટાકાના ઓછા ભાવને કારણે ખેડૂતો બટાકા લઈ કોલ્ડ સ્ટોરેજમાં રાખી રહ્યા છે ત્યારે જિલ્લાના ખેડૂતોએ ઉનાળો શરૂ થતાં જ રવિ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જેમાં જિલ્લામાં પ્રથમ તબક્કામાં 6966 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાં 52.98 ટકા અને માણસા તાલુકામાં 9.81 ટકા ઘટ્યું છે, જ્યારે ઘઉંના પાકને તૈયાર કરવામાં વીસ દિવસનો સમય લાગે છે. બીજી તરફ જિલ્લાના કેટલાક ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જિલ્લામાં 6966 હેક્ટરમાં ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે. જેમાં 2954 હેક્ટરમાં ઘાસચારો, 1339 હેક્ટરમાં શાકભાજી અને 2613 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. જ્યારે ખેડૂતોએ 49 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કર્યું છે.

જો કે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ જિલ્લામાં સરેરાશ 23187 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થાય છે. જો કે ગયા વર્ષે સારા ચોમાસાને કારણે શિયાળુ પાકની વાવણી વધી હતી. તેવી જ રીતે ઉનાળુ પાક વધશે કે નહી તે આવનારો સમય કહેશે.
જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરના પ્રથમ તબક્કામાં દહેગામ તાલુકામાં 4180 હેક્ટર, ગાંધીનગર તાલુકામાં 1373 હેક્ટર, કલોલ તાલુકામાં 814 હેક્ટર અને માણસા તાલુકામાં 599 હેક્ટરમાં વાવેતર થયું છે. કલોલ તાલુકામાં એકપણ ખેડૂત દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું નથી. જ્યારે બાજરીનું સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાં 1908 હેક્ટરમાં થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x