‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ આખરે ૭૨ દિવસે જેલ બહાર આવ્યો
અંતે લોક ગાયક દેવાયત ખવડને હાઇકોર્ટે રાહત આપી છે. હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. ૬ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે તેને જામીન આપવામાં આવ્યા છે. ૭૨ દિવસના જેલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે.
ગત ૭ તારીખના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો, જેમા મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતો. પા‹કગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ ૯ દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.
હુમલા બાદ દેવાયત ખવડ હતા ભૂગર્ભમાં નો દાખલ થતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. યુનિવર્સિટી રોડ પર આવેલો તેના બંગલામાં તાળું લગાવેલું હતુ. તો તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવી હતા. પોલીસે તેના વતન મુળી ખાતે પણ તપાસ હાથ ધરી પરંતુ કોઈ સફળતા મળી નથી.જા કે દેવાયત ખવડનો આ પ્રથમ વિવાદ નથી, અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે.