ગુજરાત

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં અંગ્રેજી વિભાગ દ્વારા SCOPE ની પરીક્ષા અંગે વર્કશોપ

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. એ. સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કે. કે. શાહ આર્ટસ અને શ્રીમતી એલ. બી. ગુંજરીયા કૉમેર્સ કોલેજ થરા તેમજ G20 અંતર્ગત તા. ૦૧/૦૩/૨૦૨૩ રોજ સ્કોપ (SCOPE) (Society for Creation of Opportunity through Proficiency in English) પરીક્ષાનાં માર્ગદર્શન અંગેના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોલેજના ૧૫૧ વિદ્યાર્થી- વિધાર્થિનીઓ હાજર રહ્યા હતા.સંપૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન વિદ્યાર્થીઓને અંગ્રેજીના વ્યવહારુ ઉપયોગને સમજવા માટે મદદગાર રહ્યું હતું. જેમા કોલેજના આચાર્ય ડૉ.દિનેશભાઇ એસ.ચારણ દ્ધારા અંગ્રેજી ભાષા નું મહત્વ સમજાવી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. પ્રા.હરેશભાઈ દવે દ્વારા સ્કોપની પરીક્ષા તથા અંગ્રેજી ભાષાનું વૈશ્વિક યોગદાન વિશે નું માર્ગદર્શન આપ્યું. પ્રા. ગૌરવભાઇ શ્રીમાળી દ્વારા CBT કોમ્પુટર બેઝડ ટ્રેનિંગ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્કોપ કૉ.ઓડિનેટર પ્રા.ગૌરવભાઇ શ્રીમાળી એ કર્યું હતું..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x