રાષ્ટ્રીય

હું મારા મનની વાત કરવા નહીં તમારા મનની વાત સાંભળવા આવ્યો છું : રાહુલ ગાંધી

નવી દિલ્હી :

લોકસભાની ચૂંટણી પહેલા બે દિવસના પ્રવાસે દુબઈ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે તમે ભારતનુ નામ દુનિયામાં રોશન કર્યુ છે.આ માટે તમે કષ્ટ પણ વેઠ્યુ છે.હું અહીંયા મારા મનની વાત કહેવા નહી પણ તમારા મનની વાત સાંભળવા આવ્યો છું.અમે જ્યાં પણ તમારી મદદ કરવી શક્ય હશે ત્યાં કરીશું.

આ પહેલા રાહુલ ગાંધીનુ દુબઈ એરપોર્ટ પર ઉમળકાભર્યુ સ્વાગત થયુ હતુ.લોકો રાહુલ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.દુબઈ અને અબુધાબી જેવા શહેરોમાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે.

રાહુલ ગાંધી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમના કાર્યક્રમમાં પણ ચીફ ગેસ્ટ તરીકે ભાગ લેશે.

12 જાન્યુઆરીએ તે અબુ ધાબી જશે.જ્યાં સંયુક્ત આરબ અમિરાતના મંત્રીઓ સાથે મુલાકાત કરશે.એ પછી ભારતીય મૂળના વ્યવસાયીઓ સાથે વતાચીત કરશે અને શેખ જાએદ મસ્જિદની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *