ગુજરાત

કોગ્રેસ દ્વારા મોધવારીનો ગેસના બાટલા લઇને વિધાનસભાના ગેસ પાસે વિરોધ કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર દરમિયાન કોગ્રેસ દ્વારા આજે મોધવારીનો વિરોધ કર્યો હતો. કોગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને અર્જૂન મોઢવાડિયા સહિતના ધારાસભ્યો દ્વારા ગૃહની બહાર ગેસના બાટલો અને મોધવારીના બેનરો લઇને વિધાનસભા સંકુલ બહાર બેસીને વરોધ નોધાવ્યો હતો. કોગ્રેસ દ્વારા સતત ગૃહમાં પણ જનતાના પ્રશ્નોને લઇને સરકારને ભીસમાં લેવાનો પ્રાયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ દ્વારા ગાંધીનગરમાં પોલીસ તાલિમી એકેડેમી કરાઇમાં ફેક ડોક્યુમેન્ટ બનાવીને પીએસઆઇની તાલિમ લઇ લેતા એક શખ્સ ઝડપાયો હતો તેને લઇને પણ ચર્ચાની માગ કરવામાં આવી હતી. ગુજરાતની વિધાનસભાની અધ્યક્ષ દ્વારા તેમની માગણીં ના સ્વીકારાતા તેમના દ્વારા વિરોધ કરીને વોક આઉટ કર્યુ હતુ.
કોગ્રેસના આજના વિરોધ પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મોદી સરકારને મોધવારીને લઇને સવાલોનો મારો ચલાવ્યો હતો. લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યુ હતુ ‘બહોત હુઇ મેઘાઇ કી માર અબકી બાર મોદી સરકાર’ સૂત્રને ટાકીને કહ્યુ હતુ કે, આજે મોધવારી આસમાને પહોચી ગઇ છે. ૧૦૦ દિવસમાં મોઘવારી ઘટડાવાનુ વચન આપ્યુ હતુ. તે વાતને આજે ૯ વર્ષ થયો છે. ગ્રેથ એન્જીનની વાત થતી હોય ખેડૂતોની આવક બણી કરવાની વાત કરી હતી. ખેડૂતોની આવક ઘટી છે. બટાકા અને ડૂગળી ખેડીતોને૨ રીપિયે કિલ્લો વેચવી પડે છે. તો ગૃહણીને ઉચ્ચા ભાવે ડૂગળી બટાકા ખરીદવા પડી રહ્યા છે. તેલના ડબાની કિમત ૧૦૦૦ રૂપિયામા મળતો હતો. આજે ૩૦૦૦ હજારમાં મળે છે. ગેસનો બોટલ ૪૦૦ રૂપિયામા મળતો હતો. આજે ૧૧૦૦ રૂપિયામા મળતો હતો. આજે ડબલ એન્જીન વાળા નેતા ચૂપ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x