ગુજરાત

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી દરમિયાન ભાજપના મેન્ડેટનો અનાદર કરવાને લઈ ૨ પદાધીકારીઓને ભાજપમાંથી સસ્પેન્ડ

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી દરમિયાન ભાજપના મેન્ડેટનો અનાદર કરવાને લઈ ૨ પદાધીકારીઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે કાÂન્તભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ એમ બે પદાદિકારીઓને ભાજપમાંથી બહાર કરી દીધા છે. કાÂન્તભાઈ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન પદને સંભાળી રહ્યા છે. ભાજપ દ્વારા સહકારી સંસ્થાઓની ચુંટણીઓમાં મેન્ડેટની પ્રથાની શરુઆત કરવામાં આવી છે. સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી થનારી હોવાને લઈ આ માટે ભાજપે મેન્ડેટ ઉમેદવારોને લઈ આપ્યા હતા.

આગામી ૫ માર્ચે સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચુંટણી યોજાનારી છે. ડિરેક્ટર પદ માટેની ચુંટણીને લઈ હાલમાં માહોલ ગરમાવા ભર્યો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર સંધની ચુંટણીને લઈ માહોલ રસાકસી જેવો બન્યો છે. જેમાં કેટલાક રાજકીય આગેવાનોએ પણ ઝૂકાવ્યુ છે. જાકે આ પદ પર ચુંટાઈ આવવાના મોહમાં ૨ ઉમદવારોએ ભાજપના મેન્ડેટની પણ ઐસીતૈસી કરી હતી. જાકે આકરા પાણીએ રહેલ ભાજપે પણ તેમને સીધો જ બહારનો રસ્તો દેખાડ્યો છે.
સાબરકાંઠા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન કાÂન્તભાઈ મંછાભાઈ પટેલને ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓને સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મેન્ડેટ નહોતુ અપાયુ આમ છતાં તેઓએ પોતાની ઉમેદવારી ચાલી રાખી હતી. જેને લઈ ભાજપે તેમને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે પત્ર લખીને તેમને સસ્પેન્ડ કર્યાની જાણ કરી હતી.
કાÂન્તભાઈ મહત્વના હોદ્દા પર જિલ્લા પંચાયતમાં બિરાજતા હોવા છતાં તેમનો ખરીદ વેચાણ સંઘમાં ચુંટણી લડવાનો મોહ છૂટ્યો નહોતો. જેને લઈ તેઓએ આખરે ભાજપથી બહાર થવુ પડ્યુ છે. હવે જિલ્લા પંચાયતનુ ચેરપદ પણ ગુમાવવુ પડશે. આમ ડિરેક્ટર બનવાની લહાયમાં મહત્વનો હોદ્દો ગુમાવવો પડી શકે છે. કાÂન્તભાઈ મહોર જિલ્લા પંચાયત બેઠક પરથી ચુંટાઈને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા અને તેમને ચેરમેન પદ મળ્યુ હતુ.
જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચના મુજબ બંને ઉમેદાવારોને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જે મુજબ કાÂન્તભાઈ પટેલની સાથે તલોદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને સ્થાનિક સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા બાબુભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે રાકેશ પટેલના નામનુ મેન્ડેટ જાહેર કરવા છતાં બાબુભાઈ પટેલે પોતાની ઉમેદવારી જાહેર કરી હતી. આમ હવે તેઓ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ થઈ ચુક્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x