રાષ્ટ્રીય

PM મોદીનું બજેટ પછીનું વેબિનાર સંબોધન, 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે

પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી પોસ્ટ-બજેટ વેબિનરને સંબોધિત કરી રહ્યા છે. આજે PMએ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ’ પર બજેટ વેબિનારને પણ સંબોધિત કર્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. PM એ પોતાના સંબોધનમાં કહ્યું કે આ વર્ષનું બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને નવી વૃદ્ધિ ઉર્જા આપવા જઈ રહ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હંમેશા દેશની વિકાસ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યો છે.

પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે ઈન્ફ્રા ડેવલપમેન્ટ એ અર્થવ્યવસ્થાનું પ્રેરક બળ છે અને આ માર્ગને અનુસરીને ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવાનું લક્ષ્ય હાંસલ કરશે. પીએમએ કહ્યું કે આ વર્ષનું બજેટ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x