ગુજરાત

•મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર માં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:

મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાની મહિલા પશુપાલકોએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે આગવી સિદ્ધિઓ મેળવી છે તેનો ગૌરવસહ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં મહિલા કલ્યાણ માટેની બહુવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
એટલું જ નહીં, સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલાના કાર્ય મંત્ર સાથે મહિલા કલ્યાણ માટે આ વર્ષના બજેટમાં 6064 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે ગયા વર્ષના બજેટ કરતા 23% વધારે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આ અમૃતકાળ મહિલાઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણનો પણ અમૃતકાળ બનાવવા સૌ સહિયારા પ્રયાસો કરીએ તે આવશ્યક છે.

તેમણે રાજ્યની માતૃશક્તિના આશીર્વાદ અને પ્રેમથી ગુજરાતની સતત અવિરત વિકાસયાત્રા વધુ ગતિમાન બનશે એવી અપેક્ષા દર્શાવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 5 માર્ચના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓ, ગૌરવભેર જીવન જીવી શકે, દિન પ્રતદિન પ્તેમનું ગૌરવ વધે, અને તેમના પ્રત્યે સમાજમાં કુરીવાજો, અન્યાય, અત્યાચાર, દુર થાય અને તેમને રક્ષણ મળી રહે, સમાજમાં સમરસ વાતાવરણ બને, દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સામાજીક સમરસતાના હિમાયતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની પ્રેરણાથી શરૂ થયેલું બેટી બચાવો, બેટી –પઢાવો અભિયાન દીકરીઓ ના શિક્ષણ માટેનું જન અભિયાન બની ગયું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના સફળ, નિણાર્યક અને પારદશર્ક નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યે મહિલાના જીવનચક્રના દરેક તબક્કે સાથે રહી મહિલાની જરૂરીયાત અનુસાર આવશ્યક સેવાઓ અને મદદ પૂરી પાડી રાજ્યની દરેક દીકરી, યુવતી કે મહિલાના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ હાથ ધરી છે.
મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ, નાણાંમત્રી નિર્મલા સીતારામન, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સહિત આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને ઉદ્યોગક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કલાક્ષેત્રે, એમ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી વિવિધ ક્ષેત્રમાં મહિલાઓએ ખૂબ જ પ્રગતિ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x