રાજ્યની સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં ફેકલ્ટીની 35 ટકા જગ્યાઓ ખાલી
ખાલી જગ્યાઓ છે. જ્યારે સરકારે કોંગ્રેસના ધારાસભ્યો અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ડિપ્લોમાં ડિગ્રી એન્જિનિયરિંગની પોલિટેકનિક કોલેજોમાં 22 ટકા જગ્યાઓ ખાલી છે.
આ પ્રશ્ન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે કોલેજોમાં વધુ પડતી ખાલી જગ્યાઓને કારણે શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. રાજ્ય સરકારે એ કારણ પણ દર્શાવ્યું હતું કે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે બેઠકો ખાલી રહે છે. ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે વહીવટી સગવડતા અનુસાર ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો કે વિપક્ષે ગૃહની બહાર સરકારના જવાબની ટીકા કરી હતી.