મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા; બચત ૩૦ વર્ષના તળીયે તમામ ક્ષેત્રો અને સેવાઓમાં ભાવ વધારાથી ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગ ભિંસાયો
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાથી પ્રવર્તતી કાળઝાળ મોંઘવારીએ લોકોના ડુચ્ચા કાઢી નાખ્યા છે અને ખિસ્સા ખાલી થઇ જવા સાથે સામાન્ય વર્ગનો બચતદર છેલ્લા ૩૦ વર્ષના તળીયે પહોંચી ગયો છે. ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સાથોસાથ વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા મોંઘવારીને કાબુમાં લેવા માટે અનેક પગલા લેવામાં આવ્યા હોવા છતાં ભારતીય અર્થતંત્રમાં ‘કે શેઇપ’ રીકવરી માલુમ પડી હોવાથી વપરાશમાં ઘટાડો અને ઘરગથ્થુ બચત સતત ઘટતી હોવાનું સાબિત કરે છે. નુવામાં ઇન્સ્ટીટયુશ્નલ ઇકવીટી દ્વારા જારી કરાયેલા રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે કોરોના કાળ બાદ આર્થિક રીકવરી ભલે મજબુત જણાતી હોય, પરંતુ સરેરાશ નબળી જ છે. ઘર આંગણે આવશ્યક ચીજવસ્તુઓના વપરાશની ગતિ ધીમી જ પડેલી છે. આવતા સમયમાં ઇન્ફ્રસ્ટ્રચરને પણ અસર જાવા મળશે.
ભાવ મોરચે પણ ઝડપ ધીમી છે. મૂડી ખર્ચમાં મોટો વધારો છે જયારે નિકાસ તથા ઘરેલુ વપરાશમાં ઘટાડો છે. જાન્યુઆરીમાં રીટેલ ફુગાવાનો દર ૬.૫ ટકાએ પહોંચી ગયો હતો. નવેમ્બર અને ડિસેમ્બરમાં તે અનુક્રમે ૫.૮૮ અને ૫.૭૨ નોંધાયો હતો. પ્રથમ અર્ધવાર્ષિક ફુગાવા દર સરેરાશ ૭.૨ ટકા રહ્યો હતો જે આગલા બે વર્ષ દરમ્યાન ૫.૮ ટકા હતો.
ઉદ્યોગોને લાગે વળગે છે ત્યાં સુધી કાચો માલ મોંઘો પડતો હોવાનો કારણે અને ઉત્પાદન ખર્ચ વધી જતા લગભગ તમામ ક્ષેત્રોની કંપની દ્વારા ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર ઝીંકયો હતો અને તેની સૌથી મોટી અસર સામાન્ય વર્ગના લોકો પર પડી છે. આ જ કારણોસર વિવિધ ચીજાના વપરાશ અને ડિમાન્ડમાં ઘટાડો રહેવાની સાથોસાથ ઘરગથ્થુ બચત ઉસેટાતી જાય છે. મુખ્યત્વે નાના વર્ગના લોકોને મોટો ફટકો છે. ઇન્ડીયા રેટીંગના તાજેતરના રીપોર્ટમાં પણ એવો ગર્ભિત ઇશારો કરવામાં આવ્યો હતો કે, ‘કે શેઇપ’ રીકવરીના કારણે ઔદ્યોગિક વિકાસ ધીમો જ રહેવાની શકયતા છે અને તેના કારણે વપરાશમાં કોઇ મોટી વૃÂધ્ધ થવાની શકયતા નથી કે કોઇ મોટો વેતન વધારો નહીં થાય.
તમામ ચીજવસ્તુઓ તથા સેવા ક્ષેત્રમાં ભાવ વધારાનો મોટો બોજ હોવાના કારણે લોકોની બચત શકિતને મોટો ફટકો પડયો છે. ટેલીકોમ, ઓટો, ઇંધણ, એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં મોટો બોજ પડયો હોવાના કારણે લોકોની બચત ક્ષમતાને અસર પડી છે. ઘરગથ્થુ બચત ત્રણ દાયકામાં તળીયાના સ્તરે પહોંચી ગયાનું અંદાજવામાં આવી રહ્યું છે.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ચાલુ નાણા વર્ષના પ્રથમ ૬ માસમાં નેટ બચત દર જીડીપીના ૪ ટકાએ આવી ગયો છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૭.૩ ટકા અને ૨૦૨૧ના કોવિડ વર્ષમાં ૧૨ ટકા હતો. ઘરગથ્થુ બચત પ્રથમ દ્વિવાર્ષિકમાં જીડીપીના ૧૫.૭ ટકા જણાયો છે જે ત્રણ દાયકાના તળીયે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ દર સરેરાશ ૨૦ ટકા હતો.
મહત્વની બાબત એ છે કે, નાણાકીય બચતને જ મોટો ફટકો પડયો છે જયારે સોના તથા પ્રોપર્ટી મારફત કરાતી બચત યથાવત રહી છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મોંઘવારીને કાબુમાં લેવા માટે રીઝર્વ બેંકે સતત વ્યાજદર વધારો ચાલુ રાખ્યો હોવાથી અને ઉત્પાદન ક્ષેત્રની નબળાઇના કારણે ચાલુ નાણા વર્ષના ત્રીજા Âત્રમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૪.૪ ટકા રહ્યો હતો જે બીજા Âત્રમાસિક ગાળામાં ૬.૩ ટકા નોંધાયો હતો. વપરાશમાં જ નબળાઇ માલુમ પડી રહી છે.