મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસે ઘડ્યો છે ,અમદાવાદ અભેદ્ય કિલ્લામાં ફેરવાશે!
વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ૯ માર્ચે મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે. જેને લઇને અમદાવાદ પોલીસે ખાસ બંદોબસ્તની તૈયારી કરી લીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ૯ માર્ચે બંને વડાપ્રધાન સ્ટેડિયમ પર એક સાથે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે. બંને મહાનુભાવોના અમદાવાદ આગમનને લઇને શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ બંદોબસ્ત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલું હોવાથી તમામ લાઈનમાં ચોક્કસ અંતરે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. સ્ટેડિયમની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ડીઆઇજી ૧, ડીસીપી ૧૧, એસીપી ૨૦, પીઆઇ ૫૨,પીએસઆઇ ૧૧૨ સમાવેશ થાય છે
વિદેશી મહાનુભાવો આઇટીસી નર્મદા તથા તાજ સ્કાય લાઈનમાં રોકાવવાના હોવાથી તે હોટલ અને તેની આજુબાજુ પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે….તો સાથે આસપાસના બિલ્ડીંગો પર વોચ ટાવર બનાવી ત્યાં પણ પોલીસ મૂકાશે. તો વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
અન્ય મહાનુભાવોના આગમનને કારણે એરપોર્ટની સામાન્ય કામગીરી ખોરવાય નહીં અને મુસાફરોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તો છેલ્લા ત્રણ દિવસથી ખાસ પેટ્રોલિંગ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્ટેડિમયની અંદર અને સ્ટેડિયમની આજુબાજુ પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. સ્થાનિક વિસ્તારના લિસ્ટેડ ગુનેગારોને પણ સીધા રહેવાની વો‹નગ આપી દેવામાં આવી છે….તો સાથે જ અવાર નવાર મેચ દરમિયાન ક્રિકેટ સટોડિયાઓ ઝડપાતા પોલીસ સીસીટીવી અને ખાનગી ડ્રેસમાં પોલીસ ગોઠવી ગુનેગારો પર બાજ નજર રાખશે.
મેચના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસના પણ ૨૩૦૦ કર્મચારી -અધિકારી તહેનાત રહેશે. જેમાં ૧ સંયુકત પોલીસ કમિશનર, ૩ ડીસીપી, ૯ એસીપી, ૨૦ પીઆઈ, ૨૧ પીએસઆઈ અને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો મળીને કુલ ૨૩૦૦ પોલીસ કર્મચારી – અધિકારી બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ વાહન પાર્ક કરવા માટે જે પણ પા‹કગ પ્લોટ ફાળવાશે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો તહેનાત રહેશે. તો સાથે જ પોલીસે તે દિવસે ટ્રાફિક જામ ન થાય તે માટે રૂટ ડાયવર્ઝનનો પ્લાન પણ બનાવી દીધો છે….તો મેચના દિવસે સવારે બહારથી આવનાર ૧૫૦૦ બસોને પા‹કગ માટે ૨૩ જગ્યા પર જગ્યા આપવામાં આવી છે.
મેચ જાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર જવા માટે થ્રીલેયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. જેમાં ગેટ નંબર-૧ પરથી બંને ટીમો તેમજ વીવીઆઈપીને એન્ટ્રી મળશે.