પાટણ શહેર સહિત જીલ્લામાં રંગોના તહેવાર હોળી-ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ
પાટણ શહેર સહિત જીલ્લામાં રંગોના તહેવાર હોળી-ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ
રંગો સાથે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અનોખો સંબંધ હોય છે દરેક ચીજવસ્તુઓની પસંદગીમાં રંગોની ભૂમિકા અતિ મહત્ત્વની રહેલી છે.રંગ એટલે આનંદ ઉમંગ અને ઉત્સાહ હોળી ધૂળેટી પર્વ નું મહાત્મ્ય લોકોના જીવનમાં અનોખી રીતે વણાયેલું છે .ત્યારે રંગોનો તહેવાર ભારતના વિવિધ રાજ્યોમાં એટલો જ લોકપ્રિય છે.ત્યારે પાટણ વાસીઓએ રંગોત્સવ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી
હોલિકા દહન સહિત સમગ્ર જિલ્લામાં ધૂળ ભરેલી હોળી એટલે કે ધુળેટી ઉજવવાનો રીવાજ આજે પણ પ્રચલિત છે. ત્યારે આ મહાપર્વ ધુળેટીની સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના ભૂલકાઓએ એકબીજા ઉપર પિચકારી વડે રંગ છાંટી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. રંગોત્સવ અને ધુળેટી ના મહાપર્વમાં સમગ્ર શહેર જાણે અવનવા રંગોથી રંગાઇ ગયું હોય તેવો માહોલ ઠેરઠેર જોવા મળ્યો હતો. શહેરના મહોલ્લા પોળ અને સોસાયટી વિસ્તારોમાં યુવાનો નાના ભૂલકાઓ અને વડીલોએ પરંપરાગત મુજબ રંગોત્સવ ના તહેવારને ઉત્સાહભેર મનાવ્યો હતો. પાટણ શહેર સહિત જીલ્લામાં હોળી-ધુળેટી પર્વની લોકોએ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી રંગોના પર્વને રંગીન બનાવ્યો હતો.શહેરના પાર્ટી પ્લોટ ખાતે પણ ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીજે ના તાલે યુવક યુવતી સહિત કપલ નાચતા ગાતા એક બીજા પર રંગબેરંગી કલર અને પાણી નાખી ધુળેટી પર્વ ની ઉજવણી કરી હતી. શહેર અને જિલ્લામાં કેમીકલ યુકત રંગોનો વપરાશ કરવાનું શિક્ષિત અને અન્ય સમજદાર વર્ગએ ટાળ્યું છે જોકે હજુ કેટલાક પ્રમાણમાં નુકશાનકર્તા રંગોથી રંગાઇને હોળી રમવામાં આવી હતી. જેના લીધે શરીર સાફ કરવામાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો