ગુજરાત

ચાચરિયા પ્રાથમિક શાળામાં ઉજવાયો મેઘાણી વંદના કાર્યક્રમ

આજ રોજ બોટાદ જિલ્લા ની શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામાં આપણાં દેશનાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે “મેઘાણી વંદના” કરવામાં આવી હતી. શાળાના ભૂલકાઓ સાથે તમામ શિક્ષકોએ ગુજરાતી સાહિત્યના આ ઘેઘૂર વડલાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન કર્યું હતું. “મેઘાણી વંદના” નિમિત્તે શાળાના ભૂલકાઓએ મેઘાણી ગીતોનો રસથાળ પીરસ્યો હતો.. શાળાનું પરિસર મેઘાણી ગીતોથી ગુંજી ઉઠ્યું હતું.અષાઢી સાંજનાં અંબર ગાજે, ખમ્મા વિરાને જાવું.મારે ઘેર આવજે બેની. ભેટે ઝુલે છે તલવાર.ચારણકન્યા.છેલ્લો કટોરો ઝેરનો.આભમાં ઉગેલ ચાંદલો ને.આભમાં જીણી ઝબુકે વિજળી. હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ.સુના સમંદરની પાળે.હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જેવા જાજરમાન ગીતોથી વાતાવરણ ભવ્ય બન્યું.શાળાની દીકરી દિશા દ્વારા મેઘાણીનાં એક ગીત ઝાડ માથે જુમકડુનો અભિનય રજુ કરાયો હતો અને શાળાના ભુલકાઓએ મેઘાણીજી અવિસ્મરણીય ગીતો થકી સૌને મોજ લાવી દીધી હતી શાળાના કર્મઠ શિક્ષક અને અનેકવિધ પ્રતિભા થકી બોટાદનું અણમોલ રત્ન એવા શ્રી પ્રવીણભાઈ ખાચર દ્વારા મેઘાણી સાહિત્ય અને ગુજરાત સાહિત્ય જગતમાં મહત્વ અને મેઘાણીજીનું જીવન-કવન અને મેઘાણી સાહિત્ય વિશે સુંદર પરિચય રજુ કરી બાળકોને મેઘાણીનાં જીવનનાં પ્રેરક પ્રસંગો અને સૌરાષ્ટ્રની રસધારની વાતો બાળકોને રસતરબોળ કરી દિધા હતાં. શાળાના ઉત્સાહી સારસ્વત શ્રી ઊર્મિલાબા દ્વારા બાળકોને શોર્યરસની વાતો કરી આજના દિવસને સાર્થક બનાવ્યો હતો.શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ અને શાળા પરિવારના સહિયારા પુરુષાર્થથી સાહિત્યની દુનિયાના કોહીનૂર એવા મેધાણીજીની સાચી વંદના કરવામાં આવી આમ લોકસાહિત્યને વગડાનું ફુલ કહેનાર આ અદકેરા સર્જકને શાળા દ્વારા સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x