ગાંધીનગર

ભારતના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ: ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિતે બે મિનિટનું મૌન પાળ્યું

​ગાંધીનગર, ૩૦ જાન્યુઆરી:

​ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો તથા મહાત્મા ગાંધીજીની ૭૮મી પુણ્ય તિથિની સ્મૃતિમાં આજે સમગ્ર દેશની સાથે ગાંધીનગર ખાતે પણ ‘શહીદ દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવે સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ​ ઉલ્લેખનીય છે કે,આજે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતપોતાના સ્થાને ઉભા રહી બે મિનિટનું મૌન પાળ્યું હતું.આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવ્યું હતું કે,તા.૩૦મી જાન્યુઆરી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર વીર સપૂતો, દેશના હિત માટે રક્ષા માટે પોતાના પ્રાણી આહુતિ આપનારા એ તમામ વીરોના યોગદાનને યાદ કરવામાં આવે છે.
​આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણી આઝાદી આ વીર શહીદોના બલિદાનનું પરિણામ છે. તેમની સ્મૃતિમાં મૌન પાળીને આપણે માત્ર તેમને શ્રદ્ધાંજલિ જ નથી આપતા, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજો નિભાવવાનો સંકલ્પ પણ દોહરાવીએ છીએ.”
​સમગ્ર કાર્યક્રમ અત્યંત શિસ્તબદ્ધ અને ગંભીર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ તકે જિલ્લા કલેક્ટર શ્રીની સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી નિશા શર્મા, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારીઓ જોડાઈને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *