ગુજરાત

Aadhaar-PAN લિંક કરવાની છેલ્લી તારીખમાં થઈ શકે છે વધારો

આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના Pan card અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. આધાર-પાન લિંક કરાવવાની ઓનલાઈન પ્રોસેસમાં સૌથી મોટી ક્ષતિ એ છે કે 1000 રૂપિયા પેનલ્ટી ભર્યા બાદ સ્પેલિંગમાં મિસ્ટેક છે એ વિશે જાણ કરવામાં આવે છે અને એ બાદ પૈસા પણ રિફંડ નથી કરવામાં આવતા.આધારમાં, તમે આધાર ઓનલાઈન સેવા દ્વારા નામ, લિંગ, જન્મ તારીખ, સરનામું અને ભાષા ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ સિવાય તમે એનરોલમેન્ટ સેન્ટર અથવા આધાર સેવા કેન્દ્ર પર જઈને તમારો બાયોમેટ્રિક ડેટા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો.સીબીડીટીના અધ્યક્ષે કહ્યું, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા અને આ સમયમર્યાદામાં પણ ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે.
– આવકવેરાની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in લોગ ઇન કરો
– ક્વિક લિંક્સ વિભાગમાં જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો
– તમારી સ્ક્રીન પર નવી વિન્ડો ખુલશે
– અહીં તમારો પાન નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર ભરો
– ‘I validate my Aadhar details’ નો વિકલ્પ પસંદ કરો
– તમને તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મળશે. તેને દાખલ કરો અને પછી ‘Validate’ પર ક્લિક કરો
– દંડ ભર્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઇ જશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x