ગુજરાત વિધાનસભાની આજથી ટ્રાયલ સ્ટેજ પર વેબસાઈટ શરૂ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આજથી ટ્રાયલ સ્ટેજ પર વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં કેવી રીતે કામગીરી થતી હોય છે તે જાણવામાં સૌ કોઇને રસ હોય છે. ત્યારે હવે કોઇ પણ વ્યક્તિ આ કામગીરી સોશિયલ મીડિયા પર જોઇ શકશે.તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે.
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધાનસભાની YouTube ચેનલ પણ લોન્ચ કરવામાં આવશે. યુ-ટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. હવે કોઇ પણ વ્યક્તિ આ કામગીરી સોશિયલ મીડિયા પર જોઇ શકશે. આજથી જ ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરી દેવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે જીવંત પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી,