મહેસાણાની રાધનપુર ચોકડી પાસે સરકારી બસે ગાડીને ટક્કર મારી, મહિલાને ઇજા
મહેસાણા શહેરના આવેલા રાધનપુર ચોકડી પર ગાડી ચાલકની ગાડી બગડી જતા એકાએક ગાડી રોડ પર ઉભી હતી.એ દરમિયાન પાછળ આવતી સરકારી બસે ગાડીને ટક્કર મારતા ગાડીમાં સવાર મહિલા અને તેના પતિને ઇજાઓ થઈ હતી.સમગ કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મહેસાણા ખાતે સીમંધર ફ્લેટમાં રહેતા પંચાલ નિલેષ કુમાર પોતાની GJ8CK8866 નંબરની ગાડીમાં પત્ની સાથે ઘરેથી સિદ્ધપુર જવા નીકળ્યા હતા.જ્યાં રાધનપુર ચોકડી પાસે આવતા બગડી જતા ગાડી સાઈડમાં પડી હતી જેમાં ફરિયાદી એ ગાડીની પાર્કિગ લાઈટ ચાલુ કરી પાછળ આવતી બસ ને હાથ ઊંચો કર્યો.તેમજ બસ ચાલકે એકાએક આવી ને ફરિયાદીની ગાડી ને ટક્કર મારી હતી.
સમગ્ર અકસ્માતમા ગાડીમાં બેસેલા ફરિયાદીના પત્નીને માથાના ભાગે બેઠો માર વગેલો જેથી તેઓને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમજ ફરિયાદીની ગાડીને પણ અકસ્માત નડ્યો હતો.અકસ્માત પગલે ફરિયાદી નિલેષ ભાઈ પંચાલે સરકારી બસ GJ18Z8866ના ચાલક સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.