આજે વિશ્વનાં સૌથી વિશાળ રાજકીય પક્ષ ભાજપનો સ્થાપના દિવસ
રાજનીતિના આયામો બદલવામાં જો કોઈ સૌથી મોટું પરિબળ ભાજપને અભુતપૂર્વ સફળતાઓ અને જનસેવા કરાવાની મહત્તમ તકો પ્રદાન કરી રહ્યું હોય તે વિચારધારા માત્ર નહી બલ્કે તેનો સુચારુ અને આયોજનબદ્ધ અમલ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતની ભારતીયતા સાથે જોડાયેલા સ્વાતંત્રતા સંગ્રામનાં સૈનિકોને જ્યારે ભારતની ખોવાયેલી અને હજારો વર્ષોમાં લૂંટાયેલી અસ્મિતા, સ્વર્ણિમ ઓળખ અને સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે જન પ્રતિનિધિત્વની આવશ્યકતા જણાઈ ત્યારે જનસંઘ નામક રાજકિય પક્ષોની સ્થાપના કરવાની ઘડી સર્જાઈ. એકતરફ કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી દ્વારા વિસ્તારાયેલ વિચારોની વિસ્મૃતિ અને બીજી તરફ રાષ્ટ્ર સામેના સ્વતંત્રતા બાદના પડકારો; એમ બે મોરચે એક ખુબ જ લાંબી ચાલનાર સંઘર્ષ ગાથાનો આરંભ થયો. આ ઉપરાંત આઝાદી બીના ખડગ ઢાલ મળી છે એવુ પ્રસ્થાપીત કરાવાનો અક્ષમ્ય પ્રયાસ પણ નિષ્ફળ બનાવવાનો હતો. મહાત્મા ગાંધીએ જે કોંગ્રેસને આઝાદી બાદ વિખેરી નાંખવાની સલાહ આપેલ તે સલાહ કંઈ અમથી જ નહોતી આપી. પરંતુ જો એ સલાહ કોંગ્રેસે માની હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બાબા સાહેબ આંબેડકરની ક્ષમતાઓ ને પીછાણી હોય તો આજે દેશનો નકશો વિશાળ અને સમૃદ્ધ હોત એ તો દરેક ઇતિહાસવિદો સ્વીકારે છે.
અંગ્રેજોના લલચામણા પ્રભાવથી પ્રભાવિત શાસન કરનાર જવાહરલાલ નહેરુએ યેનકેન પ્રકારે પણ ભારતનાં પ્રધાનમંત્રી બનવા માટે એ હંમેશા તોડાજોડનો રસ્તો પસંદ કર્યો; જેમાં મહમદ અલી ઝીણાને અલગ પાકિસ્તાન કરી આપવું પડે તો ભલે, ભરતના પ્રધાનમંત્રી બનવા માટે શ્રેષઠત્તમ અને લાયક ઉમેદવાર સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કરવો પડે તો ભલે અને જ્હોન મેકાલેની વર્ષો સુધી ભારતને વૈચારિક ગુલામી સ્વીકારતી શિક્ષણ વ્યવસ્થા અપનાવવી પડે તો પણ ભલે જેવા ઐતિહાસિક અને રાષ્ટ્ર વિરોધી માર્ગો અપનાવ્યા હતા એ હવે આપણે સૌકોઈ જાણીએ છીએ. કુલ મળીને કહીએ તો ચાચાએ ગુલાબ પોતાની પાસે રાખી કાંટાઓ ભારતનાં નાગરિકોને આપ્યા અને પોતે ધૂમ્રસરો ઉડાવતા ઉડાવતા અંગ્રેજી ઐયાસીઓ કરી હતી એ તસ્વીરો અને વિડિયો આજે પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.