વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ,સરગાસણ માં ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ ગયું.
ગાંધીનગર :
શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી બાળકોને પ્રગતિ અને ગર્વની ભાવના આપવામાં મદદ કરે છે. ગ્રેજયુએશન સેરેમની બાળકના જીવનમાં એક વિશેષ સિદ્ધિ દર્શાવે છે. માતા-પિતા અને શિક્ષકોએ બાળકો માટે તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેઓએ તેમના પૂર્વ ધોરણના વર્ષ દરમિયાન ભવિષ્ય માટે મહત્વપૂર્ણ કૌશલ્યો બનાવવા માટે કરેલી તમામ મહેનતને ઓળખવાની આ એક તક છે. તો વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણમાં પણ નાનકડા ભૂલકાઓ માટે ગ્રેજ્યુએશન સેરેમની યોજવામાં આવેલ. જેમાં દરેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને તેમના વર્ગનું પૂર્ણતા પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું.