વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા સંચાલિત એ.વી.વી. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં સમર કેમ્પનો શાનદાર શુભારંભ
ગાંધીનગર :
બાળકોને તેમના રોજિંદા વાતાવરણમાંથી બહાર લાવવા અને તેમને કંઈક નવીન શીખે તે હેતુથી વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા સંચાલિત એ.વી.વી. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા બાળકો માટે આનંદપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. જેમાં વિવિધ શાળાના બાળકો નવા મિત્રો બનાવવા માટે સક્ષમ બને છે. શાળા દ્વારા લાઈફ સ્કીલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઝૂમ્બા, સાયન્સ હેક્સ, ટ્રેડિશનલ ગેમ્સ, મ્યુઝિક, કરાટે, ફોક આર્ટસ, ડાન્સ, નોન ફાયર કુકિંગ, બ્યુટિશિયન, કેલીગ્રાફી, ફોનિક્સ, ડાન્સ, સ્કેટિંગ જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવી રહી છે. જેમાં જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉલ્લાસભેર ભાગ લઇ રહ્યા છે. આ સમર કેમ્પ દ્વારા દરેક પ્રવૃત્તિઓ ઉપરાંત તેઓને સારા સંસ્કાર તથા સ્વચ્છતા અને શિસ્ત ના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. દરેક બાળક ખૂબ જ ઉત્સાહભેર શાળામાં આવી અને પ્રવૃત્તિઓ કરે છે અને દરરોજ કંઈક નવું શીખી ને જાય છે. આ સમર કેમ્પમાં વાલીઓ તરફથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે.