ગુજરાત પોલીસ વિભાગમાં ૭૦૦૦ યુવાનોની ભરતી થશે
કમ્પેરેટીવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર ૭ હજાર જગ્યાએ પર ભરતી કરવા જઈ રહી છે. પાસ વિગતો મુજબ પોલીસ વિભાગમાં ૭ હજાર જગ્યા પર ભરતી કરાશે. તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં માહિતી આપી છે. પોલીસ વિભાગમાં ૨૨ હજાર જગ્યા ખાલી હોવાનું સ૨કા૨ે સ્વીકાર્યુ છે.
પોલીસને લગતી બાબતોને લઈ જીઝના આદેશ અનુસાર સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં ૨૧.૩% જગ્યાઓ ખાલી છે. ૯૬,૧૯૪ ખાલી જગ્યાઓમાંથી ૭૩,૦૦૦ જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં ૨૨ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી ૪૦૦૦ જગ્યાઓ ખાલી છે. સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે કે, રેલી, સરઘસ અને સભા માટે પણ દિશાનિર્દેશો જાહેર કરાયા છે. અરજદારની માગ પર હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામુ પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે ૨૧ ઓગસ્ટના હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.