ધો.12 સાયન્સનું પરિણામ આવતીકાલે થશે જાહેર, whatsaapથી પણ જાણી શકાશે પરિણામ
ગાંધીનગર :
GSEB HSC Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ-2023માં લેવામાં આવી હતી. ધોરણ 12 સાયન્સમાં 1.26 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી, તે તમામ વિદ્યાર્થીઓનું આવતીકાલે ભાવિ નક્કી થશે. કારણ કે આવતી કાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થવાનું છે. સવારે 9 વાગ્યે વિદ્યાર્થીઓનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થવાનું છે. બોર્ડના પરિણામ સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે gseb.org વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકેશે સાથે ગુજરાત માધ્યમિક સ્કૂલ બોર્ડ દ્વારા પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે અલાયદી સુવિધા ઉપલભ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટની સાથે વોટ્સએપ પર પણ પોતાનું પરિણામ મેળવી શકેશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. ધોરણ 12 સાયન્સની પરિક્ષા 13 માર્ચથી 29 માર્ચ સુધી ચાલી હતી. ત્યારે પરિક્ષા પૂર્ણ થયાંના એક મહિનામાં જ એટલે કે 2મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આવતી કાલે વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન જ પરિણામ મેળવી શકશે. 3 દિવસ બાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.