જો ગુજરાતના બિલ્ડર્સ આપેલા વચન પુરા નહીં કરે તો જશે જેલમાં, રુદ્ર ડેવલોપર્સના બે બિલ્ડરને જેલમાં પૂરી દેવાયા
ગાંધીનગર:
ગુજરાતના બિલ્ડર્સ અને ડેવલપર્સ જો આપેલા વચન પુરા નહીં કરે તો જેલમાં જવાની તૈયારી પણ રાખે. આવો સ્પષ્ટ સંદેશ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી આપતી હોય તે મુજબ ભાવનગરના બે બિલ્ડરને વચન પુરા ન કરવાની બાબતે પકડીને જેલના સળિયા પાછળ નાખી દીધા છે. 16 મે 2023 ના રોજ ભાવનગરના રુદ્ર ડેવલોપર્સ નામની પેઢી ચલાવતા બાબુ વેલજીભાઈ બારૈયા અને હસમુખ શાંતિલાલ મેર નામના બે બિલ્ડરને રેરા દ્વારા પકડી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. રુદ્ર ડેવલોપર્સ દ્વારા ભાવનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રુદ્ર રેસીડેન્સી નામની રહેણાંક સ્કીમ બનાવવામાં આવી હતી. ફ્લેટ વેચતી વખતે લિફ્ટ નાખી દેવાનું વચન આપ્યું હતું. જે લિફ્ટ હજી સુધી ન નખાતા રેરાએ લાલ આંખ કરી બંને બિલ્ડરને જેલ પાછળ ધકેલી દીધા છે.
ભાવનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રુદ્ર રેસીડેન્સી નામની સ્કીમના ખરીદદારોને 2015માં દસ્તાવેજ કરી ફ્લેટના કબજા સોંપવામાં આવ્યા હતા. 26/9/2017 ના રોજ કામ ચલાવ બીયુ પરમિશન મેળવવામાં આવી હતી. લિફ્ટ નાખવાની શરતે ભાવનગર કોર્પોરેશનને આ બીયુ પરમિશન આપી હતી. 16/8/2019 ના રોજ લિફ્ટ ન નાખી હોવાના કારણે બીયુ પરમિશન રદ કરવામાં આવી હતી. સાથે જ રુદ્ર ડેવલોપર્સને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી હતી. 19/1/2019 માં ફ્લેટ ધારકોએ ફેરામાં ફરિયાદ કરી હતી.બિલ્ડરે લીફ્ટ સાથેની સ્કીમનું વચન આપ્યું હોવા છતાં લિફ્ટ ન નાખી હોવાની ફરિયાદ પ્રેરાને મળી હતી. 7/7/2021 ના રોજ રેરા દ્વારા ત્રણ મહિનાની અંદર લિફ્ટ લગાવી દેવાનું અને બિલ્ડીંગમાં જે કંઈ રીપેરીંગ કરવાની જગ્યા છે ત્યાં રીપેરીંગ કરી આપવાનો હુકુમ કર્યો હતો. બિલ્ડરે રેરાના આ આદેશનું પાલન ન કરતા 28/1/2022 ના રોજ ફરિયાદીએ રેરા ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરી હુકુમનું પાલન કરાવવા માટેની અરજી કરી હતી. ત્યારબાદ 20/12/2022 ના રોજ રે 20 દિવસની અંદર લિફ્ટ ઇન્સ્ટોલ કરવી અને ચાલુ કરાવી દેવી ઉપરાંત 30 દિવસની અંદર બીયુ પરમિશન મેળવી લેવાની રુદ્ર ડેવલોપર્સને તાકીદ કરી હતી અને સાથે હુકમ પણ કર્યો હતો આમ છતાં 9/3/2023 ના રોજ સુધી ન તો રુદ્ર ડેવલોપર્સે લિફ્ટ નાખી કે ન તો રીપેરીંગ કરાયું. જે અનુસંધાને રેરા દ્વારા બંને બિલ્ડરને 30 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે જ 31/3/2023 સુધીમાં જો બિલ્ડર પાંચ લાખની ડીપોઝીટ રેરામાં જમા કરાવે અને કામ પૂર્ણ કરાવે તો જેલની સજાતી બચી શકે છે. તે અંગેનો ઓર્ડર પણ કર્યો હતો. આમ છતાં બિલ્ડરે આપેલા વચન પુરા ન કરતા 11/5/2023 ના રોજ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને 16/5/2023 થી બંને બિલ્ડરને રેરાની જેલમાં નાખી દેવામાં આવ્યા છે. એક બિલ્ડરની તબિયત ખરાબ થતા હાલ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અન્ય બિલ્ડર રેરાની જેલની હવા ખાઈ રહ્યા છે.