કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ CM અને શિવકુમારે Dy.CMના શપથ લીધા : રાહુલ-પ્રિયંકા ગાંધી હાજર
બેંગલુરુ :
ભારત દેશમાં કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાયો છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ CM પદના શપથ લીધા છે. આજે બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરાવા સ્ટેડિયમમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સિદ્ધારમૈયાને CM પદના શપથ અપાવ્યા છે.
સિદ્ધારમૈયા આજે બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમાર ડેપ્યુટી CM પદના શપથ લીધા છે.
સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓ પણ પહોંચ્યા છે. જેમાં મહેબૂબા મુફ્તી, નીતીશ કુમાર, તેજસ્વી યાદવ, ડી. રાજા, સીતારામ યેચુરી, એમકે સ્ટાલિન અને કમલ હાસન સમારોહમાં હાજર છે.
મંત્રી બનનારની યાદીમાં 7 વખતના સાંસદ રહેલા કેએચ મુનિયપ્પા, ડો. પરમેશ્વર, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જારકીહોલી, પ્રિયંક ખડગે (મલ્લિકાર્જુન ખડગેના પુત્ર), રામલિંગા રેડ્ડી અને જમીર અહેમદ ખાનના નામ સામેલ છે.
પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સમારોહમાં હાજરી આપવા બેંગલુરુ પહોંચી ગયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે તમામનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.