ગાંધીનગર

બહેનો દિકરીઓની કલાશક્તિ બહાર આવે તેના ભાગરૂપે મહેંદી સ્પર્ધાનું આયોજન

બહેનો – દિકરીઓની કળાશક્તિ બહાર આવે તેના ભાગરૂપે આગામી તા. ૪મી જૂન, રવિવારના દિવસે સવારે ૯:૦૦ કલાકે સેક્ટર-૨૧ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત, ડૉ. નિધિ ફિઝિયોવર્લ્ડના સહયોગથી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ સ્પર્ધામાં ૧૫ થી ૪૦ વર્ષ સુધીના બહેનો-દિકરીઓ ભાગ લઈ શકશે. મહેંદી સ્પર્ધામાં આયોજક દ્વારા મહેંદી કોન, ટીશ્યુ પેપર, સર્ટિફિકેટ અને ટ્રોફી આપવામાં આવશે. સહભાગી બહેનો-દિકરીઓએ પોતાના મિત્રના હાથ પર મહેંદી દોરવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x