ahemdabad

અમદાવાદ માં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે દિવ્ય દરબાર

અમદાવાદમાં આગામી 29 અને 30 એ બે દિવસ દિવ્ય દરબાર યોજોવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સુરત, અમદાવાદ અને રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ ચાલી રહી છે.
ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ યજમાન રામ પ્રતાપ ઉર્ફે જુંગી ભાઈના ઘરે ગયા હતા ત્યાં બાબા માટે ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાથી તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બાબા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બાબાના આગમનને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. રાઘવ ફાર્મ ખાતે તૈયારીઓ ચાલી રહી છે. બેનરો લાગી રહ્યા છે. 28 મેના રાઘવ ફાર્મ દરબાર લગાવ્યા બાદ ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રી રોકાણ કરશે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન ગુરુ વંદના મંચ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનને લઈ તૈયારીઓ ચાલી રહી છે. દિવ્ય દરબાર માટે પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આવતીકાલે મિટિંગ યોજાશે. જેમાં આખા કાર્યક્રમની રૂપ રેખા તૈયાર કરવામાં આવશે. ગુરુ વંદના મંચના પ્રમુખ ડી જી વણઝારા સહિત સમિતિના લોકો ઉપસ્થિત રહેશે.
દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x