ગાંધીનગરગુજરાત

ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનમાં સહયોગ આપનારને વળતરની સાથે પર્યાવરણની જાળવણી અને પ્રોત્સાહન માટે પ્રતિક રૂપે એક છોડ પણ આપવામાં આવશે.

Mission life ,Life Style For Environment Theme ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર. ગીર ફાઉન્ડેશન,ગાંધીનગર,ઈ-કોલી વેસ્ટ પ્રાઇવેટ લીમીટેડ,અમદાવાદ.અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર તથા ગાંધીનગરની જાગૃત સંસ્થાઓના સહયોગથી ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન ૪ થી જુન સુધી દર શનિવાર,રવિવાર દરમ્યાન સવારે ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર-૬૧/૧,ઘ-ટાઈપ,સેક્ટર-૨૩,લગ્નવાડી ની બાજુમાં, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. જેમાં ખુબ સારો સહયોગ સાંપડી રહ્યો છે. આ અભિયાનમાં ગાંધીનગરની જાણીતી સંસ્થાઓ પણ યોગદાન આપી રહી છે.

ગાંધીનગર ના પર્યાવરણ પ્રેમી નાગરિકો ઈ-વેસ્ટ જમા કરાવવામાં બાકી રહી ગયા હોય તેઓ પોતાનો ઈ-વેસ્ટ તારીખ ૨૭,૨૮ મેં અને ૩,૪,જુન સુધી જમા કરાવી શકશે. પર્યાવરણ પ્રેમી નાગરિકો ને આ તક નો લાભ લેવા માટે નિસર્ગ સાયંસ સેન્ટર અને ઈ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ આમંત્રણ પાઠવે છે. સરકારી ધારા ધોરણ મુજબ ઈ-વેસ્ટ જમા કરાવનારને વળતર અને પહોચ પણ આપવામાં આવશે.તેમજ પર્યાવરણની જાળવણી અને પ્રોત્સાહન માટે એક છોડ પ્રતિક રૂપે આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x