સોના અને ચાંદીના ભાવમાં કડાકો
ભારતીય શરાફ બજારમાં આજે ૨૬ મે ૨૦૨૩ના રોજ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. જો કે સવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર સોનું ૫૦ રૂપિયા વધારા સાથે ૧૦ ગ્રામના ૫૯૫૧૪ રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી પ્રતિ કિલો ૨૫૦ રૂપિયાના વધારા સાથે ૭૦૪૮૬ ના સ્તરે જોવા મળી હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ ગોલ્ડ ગઈ કાલે ૨૫મી મેના રોજ ૬૦૩૬૧ના સ્તર પર બંધ થયું હતું. જ્યારે આજે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૩૦૯ રૂપિયા તૂટીને ૬૦૦૫૨ ના સ્તરે જોવા મળ્યો. ૯૯૫ પ્યોરિટીવાળું ગોલ્ડ ૩૦૭ રૂપિયા ઘટીને ૫૯૮૧૨ના સ્તરે પહોંચ્યું. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું સોનું ૨૮૩ રૂપિયા ઘટીને ૧૦ ગ્રામના ૫૫૦૦૮ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ૭૫૦ પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો તે આજે ૨૩૨ રૂપિયા ઘટીને ૪૫૦૩૯ના સ્તરે અને ૫૮૫ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૧૮૧ રૂપિયા ઘટીને ૩૫૧૩૦ ના સ્તરે જોવા મળ્યું છે. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં ૯૪ રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલ ચાંદી ૭૦૧૯૧ના સ્તરે જોવા મળી રહી છે. જે ગઈ કાલે ૭૦૨૮૫ના સ્તરે બંધ થઈ હતી. શરાફા બજારમાં સોનાના ભાવ ૫મી મેના રોજ વધીને ૬૧૭૩૯ રૂપિયા અને ચાંદી ૭૭૨૮૦ રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ હતી. હવે ૨૬મી મે એટલે કે આજની વાત કરીએ તો તે પ્રમાણે સોનું ૧૭૦૦ રૂપિયા અને ચાંદી ૭૦૦૦ રૂપિયા જેટલી તૂટી છે.