ગાંધીનગરની ઇન્ફોસિટી સ્કૂલનું સામાન્ય પ્રવાહનું 100% પરિણામ
ગાંધીનગર :
ઇન્ફોસિટી સ્કૂલ, ઘ-૦ યુનિટના અંગ્રેજી માધ્યમના 18 વર્ષના વિજ્ઞાન પ્રવાહના અનુભવ બાદ શાળાના સંચાલક શ્રી ડૉ.પ્રદીપ ગગલાણી એ અંગ્રેજી માધ્યમમાં સામાન્ય પ્રવાહની પણ શરૂઆત કરી હતી. આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં ઇન્ફોસિટી સ્કૂલ, ઘ-0 યુનિટના તમામ વિદ્યાર્થીઓ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે, શાળાના સંચાલક શ્રી ડૉ. પ્રદીપ ગગલાણી અને આચાર્યા જ્યોતિબેન ભાવસારે શાળા પરિવાર તથા તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ માટે અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં માત્ર 311 જેટલી જ શાળાઓએ 100% પરિણામ પ્રાપ્ત કરેલ છે જેમાં ઈન્ફોસિટી સ્કૂલ, ઘ-0 યુનિટનો પણ સમાવેશ થાય છે. આવનારા વર્ષોમાં શાળાના સેકન્ડરી તથા હાયર સેકન્ડરી, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં વિક્રમજનક પરિણામો મેળવવા માટે શાળા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
શાળામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ નીચે મુજબ હતા.
(1) કલાલ મુસ્કાન એ. PR 89.57
(2) ગઢવી વૈભવી વિ. PR 88.73
(3) પ્રિયદર્શી પ્રિયાંશુ એ. PR 80.90