ગાંધીનગર

ગાંધીનગરમાં ઔદિચ્ય આચાર્ય બ્રહ્મ સમાજનું અધિવેશન યોજાયું

ગાંધીનગર :

શ્રી ઔદીચ્ય આચાર્ય બ્રહ્મ સમાજનું જનરલ અધિવેશન અને સ્નેહ મિલન કાર્યક્રમ રવિવારના રોજ શ્રી ઉમિયા માતાનો હોલ, સેક્ટર-૧૨ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતનાં મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ નરેશભાઈ દવે, ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર ગૌરાંગભાઈ વ્યાસ તેમજ ગાંધીનગરના આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના બાળકોને નોટબૂકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આખા કાર્યક્રમનું સંચાલન આચાર્ય બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી બટુકભાઈ જોશી કારોબારી સભ્યો વિશાલભાઈ જોશી, લલિતભાઈ જોશી, સુરેશભાઈ પંડ્યા, કિશોરભાઈ પંડ્યા સૌએ સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x