નિવૃત્ત IAS અનિતા કરવાલ RERAનાં ચેરમેન બન્યાં
ગાંધીનગર :
ગુજરાત સરકારે રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે RERA નાં ચેરમેન તરીકે નિવૃત્ત IAS અનિતા કરવલને નિયુક્ત કર્યાં છે. ઘણાં સમયથી ખાલી પડેલી રેરાની કચેરી હવે કામ કરતી થશે. છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં ચેરમેન પદેથી અમરજિતસિંહ નિવૃત્ત થયા અને તે પછી ડિસેમ્બરમાં ઓથોરિટીના સભ્ય ડી. પી. જોષી અને 7 જુલાઇએ પી. જે. પટેલ પણ નિવૃત્ત થઇ ગયા હતા. આમ રેરાની કચેરી અધિકારી વિહોણી બની ગઈ હતી. ત્યારબાદ આજે 1988 બેચનાં ગુજરાત કેડરના કરવલ છેલ્લે સીબીએસસીના ચેરમેન અને ત્યારબાદ શિક્ષણ મંત્રાલયમાં સચિવ તરીકે દિલ્હીમાં કાર્યરત હતાં. તેઓ ગત નવેમ્બર માસમાં સરકારી સનદી સેવામાંથી નિવૃત્ત થયાં હતાં. કરવાલ અગાઉ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પણ રહી ચૂક્યા છે.