રાષ્ટ્રીય

મેઘાલયનાં CM સંગમાની ઓફિસ પર ટોળાએ હુમલો કર્યો : 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ

સોમવારે સાંજે તુરામાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર ટોળાએ હુમલો કર્યો હતો. સીએમ સંગમા સુરક્ષિત છે, પરંતુ તેમના પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. તુરા શહેરમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે હુમલો થયો ત્યારે સંગમા અચિક કોન્શિયસ હોલિસ્ટિકલી ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ (ACHIK) અને ગારો હિલ્સ સ્ટેટ મૂવમેન્ટ કમિટી (GHSMC)ના પ્રતિનિધિઓ સાથે વાત કરી રહ્યા હતા. તુરાને શિયાળુ રાજધાની બનાવવાની માંગ માટે આ સંગઠનો છેલ્લા 14 દિવસથી ભૂખ હડતાળ પર છે. મુખ્યમંત્રીએ સોમવારે તેમના પ્રતિનિધિઓને વાતચીત માટે બોલાવ્યા હતા. વાતચીત લગભગ પૂરી થઈ ગઈ હતી કે અચાનક એક ટોળું આવ્યું અને પથ્થરમારો કરવા લાગ્યું. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. ટોળાએ સીએમ ઓફિસનો ગેટ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. સીએમ સંગમાએ હિંસામાં ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓના ખબરઅંતર પૂછ્યા હતા. ઘાયલ સુરક્ષાકર્મીઓ સાથે વાત કરતા સંગમાની તસવીર મીડિયામાં સામે આવી છે. ફોટામાં ઘાયલ સુરક્ષાકર્મી જમીન પર પડેલા જોવા મળે છે. મુખ્યમંત્રીએ ઘાયલ જવાનો માટે 50,000 રૂપિયાની તબીબી ખર્ચની સહાયની જાહેરાત કરી છે.

હુમલા બાદ મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું- ઓફિસ પર હુમલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે અચિક કોન્શિયસ હોલિસ્ટિકલી ઇન્ટીગ્રેટેડ ક્રિમા (ACHIK) અને ગારો હિલ્સ સ્ટેટ મૂવમેન્ટ કમિટી (GHSMC)ના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેમની કેટલીક માંગણીઓ છે. આ સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ ખબર નથી કે હુમલાખોરો કોણ છે. આ બહારના લોકો હતા. તેમને શોધી કાઢવામાં આવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x