સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું, મહુવામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ
સુરત :
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. સુરતના મહુવામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતના બારડોલીમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.
સુરતના પલસાણામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.
ડાંગમાં પડેલા વરસાદનું પાણી પહોંચતા નવસારીમાં સ્થિતિ વધુ બગડી શકે છે. ડાંગ અને ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસ્યો છે ધોધમાર વરસાદ પડ્યો છે.
કપરાડામાં સાત ઈંચ વરસાદ, સુરતના મહુવામાં 11 ઈંચ વરસાદ પડ્યો છે.
જલાલપોરમાં સાત ઈંચ વરસાદ, સુબિરમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે.
બારડોલીમાં સાડા સાત ઈંચ વરસાદ
જલાલપોરમાં સાડા સાત ઈંચ વરસાદ
કપરાડામાં સાડા સાત ઈંચ વરસાદ
ઉમરગામમાં સાડા છ ઈંચ વરસાદ
આહવામાં છ ઈંચ વરસાદ
વઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદ