ગુજરાત

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભિષણ આગ, બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ, દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડાયા

અમદાવાદ :

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી. મળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ આગી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. હોસ્પિટલમાં દાખલ 60 જેટલા દર્દીઓને 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજનના સાધન સાથે કર્મચારીઓ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. આ મામલે DyMC રમેશ મેરજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, આગ બેઝમેન્ટમાં લાગી છે.તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે. હજી પણ દર્દીને ખસેડવાની કામગીરી ચાલુ છે. રાજસ્થાન હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો છે. 4 કલાકથી ફાયરની 29 જેટલી ગાડીઓ જહેમત ઉઠાવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x