જો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો વાહનનું ટાયર ફાટી જશે, કેમ ? જાણો વધુ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિવસને દિવસે વધી રહ્યા છે. જેને લઈને હાઈકોર્ટે પણ લાલઆંખ કરી હતી. હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા નવો કીમિયો અપનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરનાં જુદા-જુદા રસ્તાઓ પર સરળ ટ્રાફિક પરિવહન જળવાઇ રહે તે હેતુસર જુદી-જુદી કામગીરીઓ જેવી કે, રોડ માર્કિંગ, રોડ સાઇનેજીસ વગેરે કરવામાં આવે છે.
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે સારૂ વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઇન્સટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહે૨નાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર હાથ ધરવામાં છે. આવનારા સમયમાં શહેરમાં ટ્રાફીકનાં યોગ્ય પરિવહન માટે વધુ સઘન અને અસરકારક કામગીરીઓ હાથ ધરવામાં આવનારા છે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એએમસીએ પાર્કિંગ ડ્રાઈવ યોજી છે. હાઇકોર્ટની ફટકાર બાદ હવે પ્રશાસન પણ એક્શન મોડમાં આવી ગયું છે. ટ્રાફિક પોલીસની જેમ હવે એએમસીના અધિકારીઓ પણ ગાડીને લોક કરશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ AMCની ટીમ એક્શન મોડમાં આવી છે. શહેરના 7 ઝોનમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે. જેમાં જાહેર રસ્તા પર અડચણરૂપ બનતા વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અને એમએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને એસજી હાઇવે પર પણ એક્શનના દ્રશ્યો સામે આવ્યાં છે. જ્યાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વાહનોને લોક કરવામાં આવી રહી છે. હાઇકોર્ટના ટ્રાફિકમુક્ત શહેરના આદેશ બાદ પોલીસ અને એમએમસીની ટીમ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ અને એએમસીની ટીમ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.