સાયકલ મેયરનો જન્મ દિવસ સાયકલિંગ કરી સાયકલની સીટ પર કેક કાપી મનાવ્યો
ગાંધીનગરમાં ‘ગો ગ્રીન ગાંધીનગર’ સાયકલિંગ ક્લબ આવેલી છે. આ ક્લબમાં ગાંધીનગરના સાયક્લિસ્ટ જોડાય છે અને સાયક્લોથોનમાં ભાગ લેવા જાય છે. આ સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે પિંકી જહા છે જે અલ્ટ્રા સાયક્લિસ્ટ છે અને ગાંધીનગર શહેરની પ્રથમ સાયક્લિંગ મેયર તરીકેનું સન્માન ધરાવે છે.
ગો ગ્રીન ગાંધીનગરના પ્રેસિડેન્ટ પિંકી જહાનો જન્મ દિવસ સાયક્લિસ્ટ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ગ્રૂપના સભ્યો સાયકલિંગ કરી નર્મદા કેનાલ રાઈ ડેમ ખાતે ભેગાં થયાં હતાં. ત્યાં સાયકલ પર જ કેક મુકી બર્થડે વિશ કરીને કેક કાપવામાં આવી હતી. આ સાયક્લિંગમાં વિવેક શાહ, મહેશ રાણા, સંજય થોરાત, ડૉ. મનિષ સુતરીયા, આર્ચિસમેન પરિયા અને નિરજા દરજી હાજર રહ્યાં હતાં.
અમદાવાદ અને ગાંધીનગરના સાયક્લિસ્ટ 30 થી 50 કિલોમીટર સાયકલિંગ કરીને નર્મદા કેનાલના રમણીય વાતાવરણમાં બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. સૌ સાયક્લિસ્ટ દ્વારા ફરજિયાત હેલ્મેટ પહેરી સુરક્ષા માટે અને સેલિબ્રેશન બાદ સ્થળની સ્વચ્છતા કરી દેશ માટે કટિબદ્ધતા બતાવી હતી. ગાંધીનગર સાયકલ મેયર પિંકી જહા ગાંધીનગરની યુવતીઓ માટે સાયકલિંગ અવેરનેસ કાર્યક્રમ પણ આયોજિત કરે છે.