ગાંધીનગર

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ થીમ સાથે તિરંગો લહેરાવી સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતના ઘરે સ્વતંત્રતા દિવસની ઊજવણી થઈ 

ગાંધીનગર :

ભારતના ૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતના ઘર આંગણે ધામધૂમથી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વ સંજય થોરાતના ઘર આંગણે ૨૨ વર્ષથી ઉજવાઇ રહ્યું છે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે આખું ઘર તિરંગાથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ચંદ્રયાન-3’ થીમ પર રિદ્ધિએ સુંદર સ્વાગત માટે રંગોળી બનાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ૭૫ દેશભક્તોએ ભેગા મળીને આ પ્રસંગની ઊજવણી કરી હતી.

ભારતના 77માં સ્વતંત્રતા દિવસે લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિના ફાઉન્ડર શ્રીમતી મમતા રાવલ, શ્રીમતી વૈશાલી જોશી અને શ્રીમતી ચંદા યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંજય થોરાતે એમની ત્રણ માતાઓનો જન્મ દિવસ એક જ દિવસે આવે છે એમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, “નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ એટલે કે આપણી પ્રાથમિકતા આપણો દેશ જ હોવો જોઈએ એ માટે આપણાથી જે કંઈ થઈ શકે એ કરવું જોઈએ.” લાયન્સ કલબ ઓફ ગાંધીનગર ફેમિનાના ફાઉન્ડર શ્રીમતી મમતા રાવલે ધ્વજની મહત્વતા વિશે વાત કરી હતી.

સુરાંગન મ્યુઝિકલ ગ્રૂપના ભરતભાઈ ઠાકર અને ચેતન દરજી દ્વારા દેશભક્તિના ગીતો કરાઓકે પર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નિવૃત સેનાની દેશભક્ત બિજય તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિકુંજ વૈશ્કયક, કવિ કિશોર જિકાદરા, અશ્વિન ત્રિવેદી, રાજુભાઈ પટેલ, એચ. એસ. પટેલ, સુધાબેન પટેલ, ઉમેશ ચાવડા, તેજસ શાસ્ત્રી, નિમેશ રાવલ, રમણભાઈ વાઘેલા, શશીન પટેલ, ભર્ગદેવ ભટ્ટ, મહેન્દ્રભાઈ રાઠોડ, બી. બી. ચૌહાણ, કનુભાઈ પટેલ, ગિરીશ ચાવડા, ડૉ. મયુર જોષી, નિકુંજ શુકલ, મિનાક્ષી જય સિંઘાણી, ભૂમિ જોગાણી, મનિષા ત્રિપાઠી, દક્ષા જાદવ, કાનન પટેલ, મિત્તલ રાણા, ઉર્વી રાવલ, વનરાજસિંહ વાઘેલા, રાણાજી, કુણાલ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાધે સ્વીટસના દેશભક્ત શ્રી વિપુલભાઈ સુખડીયા દ્વારા મીઠાઈ આપી મોં મીઠું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના સભ્યો ગાયત્રી, રિદ્ધિ અને અનન્યાએ ખૂબ મહેનત કરી હતી. ઘર આંગણે ઊજવાતો ધ્વજવંદનનો કાર્યક્રમ લોકો સ્વયંભૂ આવીને ઉજવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x