આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

અમેરિકી અવકાશ એજન્સી નાસા એ કહ્યું વર્ષ ૨૦૨૪માં વધુ ગરમી પડશે, અનેક મોત થઈ શકે

નવી દિલ્હી :

અમેરિકીના અવકાશ એજન્સી નાસાએ આગામી વર્ષ – ૨૦૨૪માં ભયંકર સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરતાની સાથે વિશ્વભરના લોકોને ચેતવણી પણ આપી છે. નાસાએ સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યું કે, વર્ષ – ૧૮૮૦ બાદ આ વર્ષનો જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. નાસાએ ચેતવણી આપતા કહ્યું કે, આગામી વર્ષ – ૨૦૨૪માં વધુ ગરમી પડશે, જેનો સામનો કરવા આપણે અત્યારથી જ તૈયારી કરવી પડશે. જો તૈયારી કરવામાં નહીં આવે તો ઘણા લોકોના મોત થઈ શકે છે. હાલના સમયમાં વિશ્વભરના વિવિધ સ્થળોએ ઘણા પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાઈ છે, જેના કારણે ધરતીને તાવ આવી ગયો છે અને તાપમાન વધતું જઈ રહ્યું છે. નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું કે, નાસાના ડેટા મુજબ આ વર્ષે અબજો લોકોએ ભયંકર ગરમીનો સામનો કર્યો છે, જુલાઈ મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. તેમણે કહ્યું કે, અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ. તમામ દેશો જળવાયુ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. તમામ લોકોએ આ સંકટનું વિજ્ઞાન સમજવું પડશે. નહીં તો ધરતી રહેવા લાયક નહીં બચે. આપણે ખુદની સાથે પૃથ્વી અને પર્યાવરણને પણ બચાવવું પડશે. આ વર્ષે ૩ જુલાઈથી લઈને ૭ ઓગસ્ટ સુધી સતત ૩૬ દિવસ અસહા ગરમી પડી છે. તાપમાનનો પારો ઊંચો રહ્યો છે. વાતાવરણમાં ફેલાઈ રહેલો કાર્બન ઉત્સર્જન તેમજ અલ-નીનોની અસરના કારણે વિશ્વભરમાં ગરમી વધી ગઈ છે. અમેરિકાથી લઈને ચીન સુધી કોઈપણ વિસ્તાર ઠંડો નથી સામાન્યથી ઉપર તાપમાન જતું રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x