નેશનલ રૂરલ આઈ.ટી.ક્વીઝ-૨૦૨૩ અંતર્ગત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની “રૂરલ આઈ.ટી.ક્વીઝ યોજાઈ
ભારતના ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં “ઇન્ફોર્મેશન ટેકનોલોજી” પ્રત્યે આકર્ષણ જાગે તથા તેમના જ્ઞાન માં વધારો થાય તે હેતુથી ટાટા કન્સલ્ટન્સી અને કર્ણાટક ના વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં “રૂરલ આઇ ટી ક્વિઝ” નું આયોજન અને ગુજકોસ્ટ દ્વારા રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગ રૂપે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જીલ્લાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વીઝ યોજાઈ.
નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ અનિલ પટેલ દ્વારા ક્વિઝ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ રૂરલ આઈ.ટી.ક્વીઝ માં ગ્રામ્ય કક્ષાની ગાંધીનગરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના 75 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં બહુ વિકલ્પ વાળા પ્રશ્નોનું પેપર આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ જવાબ લખ્યા હતા.આ ક્વિઝમાં ટોપ 15 વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર માં યોજાનાર રાજ્ય કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વીઝ-૨૦૨૩ માં ભાગ લેશે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના સંયોજક શિવાંગ પટેલ, હાર્દિક મકવાણા અને હાર્દિક ભટ્ટ જહેમત ઉઠાવી હતી.