ચંદ્રયાન-3 આજે રાત્રે 2 વાગ્યે ચંદ્રની વધુ નજીક પહોંચશે
ISRO આજે રાત્રે 2 વાગ્યે ડિબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રની નજીક લાવશે. ડિબૂસ્ટિંગ એટલે અવકાશયાનની ગતિ ધીમી કરવી. આ ઓપરેશન પછી, લેન્ડર ચંદ્રથી ઓછામાં ઓછું 30 કિમી અને વધુમાં વધુ 100 કિમીના અંતરે રહેવાની અપેક્ષા છે. 23 ઓગસ્ટે સાંજે 5:47 કલાકે સૌથી ઓછા અંતરથી સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે. જો 23 ઓગસ્ટે લેન્ડિંગમાં કોઈ સમસ્યા થાય છે તો એક મહિના પછી ફરી પ્રયાસ કરવામાં આવશે, કારણ કે ચંદ્રયાન-3 માટે બીજી સવારની રાહ જોવી પડશે, જે 28 દિવસ પછી ત્યાં આવશે.
હાલમાં ચંદ્રથી વિક્રમ લેન્ડરનું લઘુતમ અંતર 113 કિલોમીટર અને મહત્તમ અંતર 157 કિલોમીટર છે. ઈસરોએ 18 ઓગસ્ટના રોજ ડિબૂસ્ટિંગ દ્વારા લેન્ડરની ભ્રમણકક્ષા ઘટાડી હતી. ડિબૂસ્ટિંગમાં થ્રસ્ટર્સને યાનની ચાલવાની દિશાની વિરુદ્ધ ડાયરેક્શનમાં થ્રસ્ટર ફાયર કરવામાં આવે છે.અગાઉ SROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’.આ દરમિયાન લેન્ડર પર લગાવેલા કેમેરાએ પ્રોપલ્શન મોડ્યૂલના ફોટો સાથે ચંદ્રની તસવીરો લીધી હતી.
ચંદ્રયાનના લેન્ડરના ચાર પગની નજીક જોડાયેલા 800 ન્યૂટન પાવરના 1-1 થ્રસ્ટરને કારણે એ શક્ય બનશે. બે થ્રસ્ટર દરેક 2 તબક્કામાં કામ કરશે.
લેન્ડિંગમાં કેટલી મુશ્કેલીઓઃ લેન્ડિંગ પ્રક્રિયા 30 કિમીની ઊંચાઈથી શરૂ થશે. લેન્ડરની સ્પીડ 1680 મીટર પ્રતિ સેકન્ડથી ઘટાડીને 2 મીટર પ્રતિ સેકન્ડ સુધી લાવવી પડશે.
23 ઓગસ્ટે શા માટે લેન્ડિંગ: બંને લેન્ડર-રોવર પાવર જનરેટ કરવા માટે સોલર પેનલનો ઉપયોગ કરશે. અત્યારે ચંદ્ર પર રાત છે અને 23મીએ સૂર્યોદય થશે.
ચંદ્રયાન-3 શું કામ કરશે: પ્રોપલ્શન મોડ્યૂલ પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. લેન્ડર-રોવર સપાટી પર પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.