ગાંધીનગર

ગૌશાળા-પાંજરાપોળો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય , ગૌમાતા પોષણ યોજનામાં થયા સુધારા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને નીચે મુજબ લાભ મળી શકશે

શાખા દીઠ વધુમાં વધુ 3 હજાર પશુની મર્યાદામાં
પશુ દીઠ રોજના રૂ.30 પ્રમાણે સહાય અપાશે.

સહાય મેળવવા માટેની અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશેઃ નાણાં સહાય DBTથી અપાશે. સમસ્ત મહાજન દ્વારા રાજ્યની ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન માટે રૂ. ૨.૫૧ કરોડની સહાયના ચેક અર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ હવે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સહાયની રકમ જે તે સંસ્થાને DBTથી સીધી જ તેના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે.

મુખ્ય મંત્રી દ્વારા પીપીપીના મોડલ દ્વારા વિકાસની રાજનીતિની ગતિ વધુ વેગવંતી બનાવવા ની વાત કરી હતી. આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, જીવદયાના કાર્યોથી લઈને છેવાડાના નાનામાં નાના માનવીના વિકાસ સુધીની વિવિધ યોજનાઓમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનભાગીદરી – પીપીપીના મોડલ દ્વારા વિકાસની રાજનીતિની ગતિ વધુ વેગવંતી બનાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દરેક યોજનામાં જન-જન કઈ રીતે જોડાય તેનો સફળ આયામ વડાપ્રધાનએ આદર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x