સાણોદા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ પર્ણપોથી બનાવી
સાણોદા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પર્યાવરણ,જંગલો અને વૃક્ષોનું મહત્વ સમજે, ઓળખે તથા સંવર્ધન કરે તેવા ઉમદા હેતુઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તથા વિદ્યાર્થીઓ પાસે પર્ણપોથી તૈયાર કરવામાં આવી. વિદ્યાર્થીઓ પોતાની આસપાસ જોવા મળતી તમામ વનસ્પતિઓની ઓળખ કરી પર્ણપોથી તૈયાર કરી.
શાળાના આચાર્ય પૂંજાભાઈ ચૌહાણ દ્વારા પર્યાવરણના મહત્વ , શાળાના શિક્ષક પ્રશાંતભાઈ શર્મા દ્વારા જંગલોનું મહત્વ, અલ્પેશભાઈ દેસાઈ દ્વારા વિવિધ પર્ણોની ઓળખ કરાવવામાં આવી. શાળાના કુલ 10 શિક્ષકો અને ધોરણ 6 થી 8 માં 250 વિદ્યાર્થીઓએ લાભ લીધો જેમાં 65 વિદ્યાર્થીઓ દ્વારા પર્ણ પોથી તૈયાર કરવામાં આવી. બાકીના વિદ્યાર્થીઓ દ્વારા પણ પર્ણપોથી તૈયાર કરવામાં આવશે.