આજે તથ્ય પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો
સેશન્સ કોર્ટની કાર્યવાહી આજથી શરૂ થશે. જેમાં બંને પિતા-પુત્રને આજે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત કરાશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં હવે પીડિત પક્ષની પણ એન્ટ્રી થઈ છે. એજ પીડિત પક્ષ છે જેને તથ્ય પટેલ ની રેગ્યુલર જામીન અરજી તેમજ પ્રગ્નેશ પટેલની વચગાળાની જામીન અરજી સામે વાંધો લીધો હતો.
મંગળવારે થયેલ તથ્ય પટેલની જામીન અરજી પર દલીલો બાદ ચુકાદો 24 ઓગસ્ટે અનામત રાખ્યો હતો.અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે ચુકાદો આપશે . જાણવા મળ્યું છે કે , પ્રગ્નેશ પટેલના જામીન ગ્રામ્ય કોર્ટે ના મંજૂર કરતા તેઓ હવે જામીન માટે હાઇકોર્ટ પહોંચ છે. જેની ઉપર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી કરશે.
આના પહેલાની સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27ની કર ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. જ્યારે સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, અકસ્માત સમયે 141.27ની સ્પીડે કાર હોવાનો પુરાવો છે, સાથે જ જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે તેણે બ્રેક મારવાનો કોઈ જ પ્રયાસ કર્યો નથી. તેથી આરોપીને જામીન આપવી ન જોઇએ .